રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી કે.જી. મહેતા હાઇસ્કૂલ અને શારદાશિષ ઉ.મા. શાળા,મેમદપુર ખાતે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

29 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી મેમદપુર કેળવણી મંડળ મેમદપુર સંચાલિત શ્રી કે.જી. મહેતા હાઇસ્કૂલ અને શારદાશિષ ઉ.મા. શાળા,મેમદપુર ખાતે તારીખ 27 જૂન ના રોજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય શાખા પાલનપુરના ઉપક્રમે વ્રકૃતવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહેમાન તરીકે જિલ્લા રોગચારા નિયંત્રણ અધિકારીશ્રી ડૉ. જીગ્નેશભાઈ હરિયાણી , લક્ષ્મણભાઈ નાયી (તાલુકા હેલ્થ સુપરવાઇઝર), અનિલભાઈ રાવલ (સામાજિક કાર્યકર), કમરઅલી નાંદોલીયા (કાઉન્સિલર),ડી.જે. પરમાર (PHC સુપરવાઇઝર પાંચડા) વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રી પી. એન. સોલંકી એ ખુબ સુંદર શૈલીમાં રજૂઆત કરીને મહેમાનશ્રીઓનું ફૂલછડી દ્વારા સ્વાગત કર્યું હતું.શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લઈને તમાકુ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરી સમાજની યુવા વર્ગને થતુ નુકસાન અને તેના ભયસ્થાનો વિશે સુંદર રજૂઆત કરી કાર્યક્રમનું સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી ડૉ.આર. બી. રાણાએ કર્યું હતું અને શાળાના શિક્ષકો દ્વારા નિર્ણાયક શ્રી ની ભૂમિકા ભજવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે ભાગ લીધેલ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ નંબરે બિહારી સાહેરાબાનું, દ્વિતીય નંબરે ઠાકોર સરોજબેન અને તૃતીય નંબરે ઠક્કર પ્રીતિબેન આવ્યા હતા, એમને મહેમાન શ્રી તરફથી ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા તથા ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ વ્યસન નહીં કરવાની અને પરિવાર,સમાજના લોકોને વ્યસન ન કરે એવું સમજાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.