BANASKANTHAPALANPUR
શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ક્વિઝનુ કરાયુ આયોજન


11 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળા પરિસર ખાતે વિદ્યાર્થીઓમાં જનરલ નોલેજ વધે એવા હતુ સાથે ક્વિઝ કોમ્પિટિશન નુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ધો.૬ અને ધો.૮ ના વર્ગોની ટીમો ઉત્સાહપૂર્વક સહભાગી થઇ હતી.વિજેતા ટીમને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ,ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાતના માર્ગદર્શન હેઠળ શાળાનાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક મહેન્દ્રભાઇ પટેલ,રંજનબેન પટેલ અને લાલજીભાઇ મેણાત સહિત સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યુ હતું.
[wptube id="1252022"]







