
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કનેરા મહિલા મંડળ દ્વારા આયોજિત…”કનેરા ફેમિલી ખેલ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં કનેરા જેવા નાના ગામમાં પણ ૨૦૦ જેટલા બાળકો, યુવાનો, ભાઈઓ અને બહેનો દ્વારા વિવિધ ૨૧ સ્પર્ધાઓ યોજી હતી. જેમાં બાળકો માટે વિવિધ પ્રકારની રેસ અને ગેમ્સ, ઓપન વિભાગ માટે રિલે, ગોડા ફેંક, રસ્સા ખેંચ, ખોખો, દોરી કૂદ, લેમન રેસ, સંગીત ખુરશી ભાગ લઈ પોતાની પ્રતિભા બતાવી હતી.
આ રમતગમતથી પ્રોત્સાહન મળે, રોજિંદી દિનચર્યા થી અલગ અનુભવ મળે, સાથે ભેગા મળી આનંદનો અનુભવ મળે અને બાળકો, બહેનોને ખાસ આગળ વધવા પ્રેરણા મળે એવા શુભ આશયથી કનેરા મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને બહેનો જે હર હંમેશ પોતાના ઘર માટે આખું જીવન ખર્ચી નાંખતા પોતાનું જીવન જીવવાનું ભૂલી જતી હોઈ છે તેઓને મન મૂકીને રમવાની, પોતાના બાળકો સાથે રમવાનું, પોતાનું બાળપણ અનુભવનો અને પોતાનો આત્માવિશ્વાસ વધારવાનો અનેરો લ્હાવો મળ્યો હતો.
આ સમારંભમાંના મુખ્ય મહેમાન તરીકે પ્રાથમિક શાળા કનેરાના પ્રિન્સિપાલ શ્રીમતી હેમાંગીનીબેન પટેલે પ્રેરણાદાયક વાતો કરી હતી. અને કનેરા ગામના વડીલોએ હાજર રહી કનેરા મહિલા મંડળને પ્રોત્સાહન પુરુ પlડયુ હતું. દિનેશભાઈ પટેલ, ભરત ભાઈ પટેલ જેઓ ગામના અગ્રણી વડીલ અને શિક્ષણ કાર્યથી જોડાયેલા છે તેમળે ખુબ સરસ પ્રેરણાદાયક વાતોથી પ્રોત્સાહન આપ્યું હતું.
<span;>આ ઉત્સવમાં ધનંજયભાઈ ટંડેલ, જુજ્ઞેશભાઈ પટેલ જેઓ રમત ગમતના શિક્ષણ કાર્ય થી જોડાયેલા છે અને પોતે પણ રમત ગમત માં આગળ પડતું પડતું સ્થાન ધરાવે છે તેમણે નિર્ણાયક તરીકે પોતાનો સહયોગ આપ્યો હતો.