
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં લાંબા વિરામબાદ ફરી વરસાદે રમઝટ જમાવતા ખેડૂતો સહિત પર્યટક પ્રેમીઓમાં આનંદ વ્યાપ્યો…
જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી મળેલી વિગતો અનુસાર, તા.૭મી સપ્ટેમ્બરે સવારે ૬ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૭.૬૭ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો હતો. ત્યાર બાદ બીજા દસ કલાક એટલે કે સવારના છ થી આ લખાય છે ત્યાં સુધી, એટલે કે સાંજના ચાર વાગ્યા સુધી બીજો સરેરાશ ૪૫ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યા છે.
વિગતે જોઈએ તો આ દસ કલાક દરમિયાન આહવા તાલુકામાં ૪૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જેની સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૧૫૮૩ મી.મી. થવા પામ્યો છે. તો વઘઇ તાલુકામાં ૫૧ મી.મી. સાથે કુલ ૧૫૮૩ મી.મી., અને સુબિર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૩૭ મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૪૧૩ મી.મી. નોંધાઇ ચુક્યો છે.
આમ, જિલ્લામાં દસ કલાકમાં વધુ સરેરાશ ૪૫ મી.મી. વરસાદ નોંધાતા અહીંના ખેડૂતો તથા પર્યટકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.









