
27 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
એક દિવસ શૈક્ષણિક પ્રવાસ 23 ડિસેમ્બર માટે શ્રી એમ.બી.કર્ણાવત હાઇસ્કુલ,પાલનપુરના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ રાણીની વાવ, ડાયનાસોર પાર્ક, મીની પોઈચા,…. જેવા વિવિધ સ્થળોએ ગયા હતા. તેમણે રાણીની વાવમાં ભારતીય સંસ્કૃતિ અને શિલ્પનો અનેરો પરિચય મેળવ્યો હતો. ડાયનાસોર પાર્કમાં ડાયનાસોરના ઉદભવ વિશે અને સાયન્સ વિશેનું જ્ઞાન મેળવ્યું હતું. વર્ણીન્દ્રનાથ ધામ મીની પોઈચા, પાટડીમાં ખૂબ જ સુંદર ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. એન્જોય પાર્કમાં વિદ્યાર્થીઓ મન ભરીને હિચકા અને લપસણી ખાધા હતા. સમગ્ર પ્રવાસનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ સામાન્ય પ્રવાહના તમામ સ્ટાફ મિત્રોને શાળાના આચાર્યશ્રી ભરતભાઈ જગાણીયા તથા સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
[wptube id="1252022"]