AHAVADANG

ડાંગ: આહવા તાલુકાનાં ગલકુંડ ખાતે યોગનિષ્ઠ ટિમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા રમત-ગમત સાસ્કૃતિક વિભાગ ડાંગ દ્વારા  આજરોજ આહવા તાલુકાનાં ગલકુંડ ખાતે આવેલ રેસીડેન્ટિયલ હોસ્ટેલ ખાતે ડાંગ જિલ્લા યોગ કોર્ડિંનેટર કમલેશ બી પત્રેકરનાં માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનર સુમનબેન ગાયકવાડ તથા રણજીતભાઇ ના સહયોગ થી યોગ ટ્રેનર તાલીમાર્થી મિત્રો દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના લોકો પણ જોડાયા હતાં. યોગ કરી સ્વાસ્થ્ય સારું રાખવાની સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી રાખવાનાં ઉમદા વિચારો સાથે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button