
તા.૦૭.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
બાતમી દારજ નીકળ્યો આરોપિ બદલો લેવા તમંચો પેસેન્જર ગાડીમા મૂકી તાલુકા પોલીસેને બાતમી આપી પોલીસને ગેર માર્ગે દોર્યું
દાહોદ તાલુકાના રળીયાતી પેટલ ફળિયામા રહેતા કલસિંગભાઈ કલ્લુ મોતીયાભાઈ બિલવાળ અને મોટી ખરજ ગામના ભાભોર ફળિયામા રહેતા વિનુભાઈ જોરસિંગભાઈ ભાભોર આં બન્ને જણા વચ્ચે ગાડીમા પેસેન્જર ભરવાને લઈ જૂનો ઝગડો હતો જે ઝગડાની અદાવત રાખી વિનુભાઈ ભાભોરએ કલસીંગભાઇ બિલવાળની પુસરી ગામે આર ટી ઓ ચેક પોસ્ટ પાસે ઉભેલી પેસેન્જર ગાડીના સિટ કવરમા દેશી હાથ બનાવટનો તમંચો મૂકી દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટર એન એન પરમારને બાતમી આપી કે કલસીંગભાઈ કલ્લુભાઈ પોતાની પેસેન્જર ફોર વ્હીલ ગાડીમા દેશી તમંચો લઈને ફરે છે ને બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટર એન એન પરમારએ તમંચા સાથે કલસીંગભાઈ બીલવાળને ઝડપી પાડીને તપાસ આરંભ કરતા કોઈ સંતોષ કારકં જવાબ ન મળતા ત્યારે તાલુકા પોલીસે વધુ તટસ્થ તપાસ કરતા બાતમી દારજ આરોપી નીકળતા સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા ત્યારે આરોપી બાતમી દારથી તાલુકા પોલીસ દ્વારા પૂછતાજ કરવામાં આવતા આરોપી વિનુભાઈ ડામોર એ જણાવ્યું કે ગાડીમા પેસેનજર ભરવાને લઈ ઝગડો તકરાર થઈ હતી જે અદાવત રાખી તેઓને બદલો લેવાં આં ઘટનાને અંજામ આપ્યા હોવાની કહેતા તાલુકા પોલીસ દ્વારા વિનુભાઈ ડામોર સામેં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે