
આસીફ શેખ લુણાવાડા
બ્રાન્ચ શાળા નં. 5,લુણાવાડામા સ્વાતંત્ર્યદિનની અનેરી ઉજવણી કરવામાં આવી.
આજરોજ બ્રાન્ચ શાળા નંબર 5 માં 77 માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નિવૃત્ત શિક્ષક અને વડીલ હાજી મો. યુસુફભાઈ શીગનલીવાલા (શેખ) સાહેબના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. એસ એમ સી ના પ્રમુખ તેમજ સભ્યઓ તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં શિક્ષકો અને બાળકો દ્વારા સુંદર સજાવટ કરવામાં આવી હતી અને તમામ શિક્ષકોએ ખૂબ સુંદર સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમમાં કેટલાક બાળકો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા કેટલાક બાળકો ત્રિરંગાના વેશમાં તો કેટલાક બાળકો પ્રતિકૃતિ સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમના સમાપન બાદ શાળાના આચાર્યશ્રી દ્વારા વાલી સંમેલનમાં જરૂરી ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ તમામ બાળકોને ચોકલેટનું વિતરણ કરી કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરવામાં આવ્યો.