CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા થાનગઢ મુળીના ગામડાઓમાં પીવાના પાણી માટે પ્રજા રામભરોસે

ચોટીલા ખાતે મોટી સંખ્યામાં બહેનો રાજુભાઈ કરપડા સાથે રજુઆતમા જોડાયા.

તા.29/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોટીલા ખાતે મોટી સંખ્યામાં બહેનો રાજુભાઈ કરપડા સાથે રજુઆતમા જોડાયા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં ગામડાઓમાં પીવાના પાણી માટે પ્રજા રઝળપાટ કરી રહી છે પશુઓ માલઢોર ભાંભરડા પાડે છે તેમ છતાં આ નિષ્ઠુર તંત્રના કાને આ જનતાનો કે અબોલ જીવનો અવાજ કાને અથડાતો નથી ત્યારે અનેક વર્ષોથી પીવાના પાણી માટે આંદોલન કરવામાં આવે છે રજુઆત કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો નથી આજથી ૪૦ વર્ષ પહેલાં જે ટેન્કર પ્રથા હતી તે આજે પણ જૈ સે થૈ જોવા મળી રહી છે અને ટેન્કરો માટે રજુઆત કરવામાં આવે છે ત્યારે સવાલ એ પેદા થાય છે કે “નલસે જલ યોજનાનું સુરસુરિયા યોજનાઓમાં જોવા મળે છે આજે ચોટીલા ખાતે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીના હોદેદારો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ રજુઆત માટે દોડી આવેલ હતા અને સુત્રોચ્ચાર કરતાં અધિકારીઓ પણ છલક છલાણુ રમત રમતા જોવા મળી રહ્યા હતા આઝાદીના 75 વર્ષ પછી પણ વિકાસની વાતો કરનારી સરકાર ચોટીલા તાલુકામાં પીવાનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી આજે મોટી સંખ્યામાં તાલુકાના ગામડાઓમાંથી લોકોને હાજર રાખી “આપ” નેતા રાજુભાઈ કરપડાએ ડેપ્યુટી કલેકટરને ધારદાર રજૂઆત કરી હતી આ તકે લગત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા પરિણામ સ્વરૂપે અમુક ગામડાઓમાં આવતી કાલથી વધારાના ટેન્કરો ચાલુ થશે અને ચાર વર્ષથી ઢોકળવા ગામનો પ્રશ્ન લટકતો હતો તેમાં ડેપ્યુટી કલેકટર પોતાની ટીમને સાથે રાખી આવતીકાલે સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરાવશે.! થાનગઢ અને ચોટીલાને પાણી પૂરું પાડતા પંપીગ સ્ટેશનમાં શુદ્ધ પાણીના પંપ જ 2 વર્ષથી બંધ હાલત માં છે લોકો બીમારીનો ભોગ બને એવું કાચું પાણી આપવામાં આવી રહ્યું છે કલોરિનેશન પણ થતું નથી ત્યારે જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button