GUJARAT

નર્મદા જીલ્લામાં સાઈબર ક્રાઈમ સુરક્ષા અંગે પ્રજામાં અવરનેસ લાવવા પ્રયાસ, જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી

નર્મદા જીલ્લામાં સાઈબર ક્રાઈમ સુરક્ષા અંગે પ્રજામાં અવરનેસ લાવવા પ્રયાસ, જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી

 

નર્મદા જિલ્લામાં બે વર્ષ દરમિયાન ૫૩૩ સાયબર ક્રાઇમ અંગે ફરિયાદો મળી જેમાંથી ૨૧ લાખ જેટલી રકમ ભોગ બનનારને પરત અપાવી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

આધુનિક ટેકનોલોજી ના યુગમાં મનુષ્યને સહુલતો વધી છે તેની સાથે ઉપાધિ પણ વધી છે આંગળીના ટેડવે માણસ જ્યારે મોબાઈલ લેપટોપ દ્વારા રૂપિયાનું ડિજિટલી સંચાલન કરી લે છે ત્યારે તેની સામે સાયબર ક્રાઇમ પણ વધ્યા છે ગઠિયાઓ અવનવી તરકીબ અપનાવી ડિજિટલ માધ્યમ દ્વારા લોકોને છેતરી લખો રૂપિયા સાફ કરી નાખે છે ત્યારે આવી જાળમાં કા તો જાગૃત ન હોય તેવા વ્યક્તિ અને બીજા લાલચુ લોકો ફસાઈ જાય છે

 

સાઇબર ક્રાઈમ અંગે અવરનેસ લાવવા ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા તમામ જિલ્લાઓની પોલીસને સૂચના આપવામાં આવી છે જેમાં સ્થાનિક પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ રાખી છેવાડાના ગામના માણસ સુધી પ્રચાર પ્રસાર માધ્યમથી સાઈબર ક્રાઈમ જાગૃતતા લાવવાની સુચના અનુસંધાને પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાએ જીલ્લાના સ્થાનીક પત્રકારો સોશીયલ મિડીયા મિત્રોને આમત્રિત કરી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં આર.જી ચૌધરી ઈ/ચા પોલીસ ઈન્સપેક્ટર સાઈબર ક્રાઈમ પો.સ્ટે તથા તેમનો સ્ટાફ હાજર રહ્યા હતા

 

સમગ્ર બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ માણસ સાઇબર ક્રાઇમનો ભોગ બને ત્યારે તેણે 1930 હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો જોઈએ અથવા તો નજીકના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં સંપર્ક કરવો જોઈએ જેથી પોલીસ તેમની પૂરેપૂરી મદદ કરશે ઉપરાંત જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં બે વર્ષમાં 533 કેસ સાયબર ક્રાઇમ ના નોંધાયા છે જેમાં 34.5 લાખ રકમ ફ્રિજ કરવામાં આવી છે જેમાંથી 27 લાખ રૂપિયા કોર્ટમાં પ્રોસેસમાં છે અને 21 લાખ જેટલી રકમ ભોગ બનનારને પરત પોલીસે અપાવી છે સાઇબર ક્રાઇમ માં લોકોએ ગુમાવેલા રૂપિયા પરત અપાવવામાં નર્મદા જિલ્લો રાજયમાં પ્રથમ છે નર્મદા જિલ્લામાં વિવિધ શાળાઓમાં કોલેજોમાં ઉપરાંત સામાજિક સંસ્થાઓ દ્વારા પોલીસ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવી રહી છે ત્યારે સમાચારના માધ્યમથી પણ લોકો સુધી સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ આવે તે હેતુથી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button