GUJARAT

ગાંધીધામમાં નગરપાલિકાની બેદરકારીને કારણે આખલાએ એક નો જીવ લીધો… છતાંય તંત્ર અને વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ પણ તમાસો જોયાં

ગાંધીધામમાં નગરપાલિકાની બેદરકારીને કારણે આખલાએ એક નો જીવ લીધો… છતાંય તંત્ર અને વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પણ આ બાબતે નિષ્ફળ….

ગાંધીધામ તા. 23


ગાંધીધામ નગરપાલિકા દ્વારા આખલાને પકડવા માટે કામગીરી કરવામાં આળસ કરવામાં આવી રહી છે જેને લઈને લોકો હેરાન – પરેશાન થઈ રહ્યા છે. તાજેતરમાં એક નાગરિકને અડફેટમાં લીધા બાદ અઠવાડિયા પછી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાની ઘટના બહાર આવી છે. આ બાબતને લઈને નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા આખલાને પકડવા માટે ઠરાવ પણ કરવામાં આવ્યો છે અને મંજૂરી આપવામાં આવ્યા પછી પણ તે અંગે કોઈ ગતિવિધિ તેજ કરવામાં આવી નથી. આ દરમિયાન રોજે રોજ જુદા જુદા વિસ્તારોમાં આખલા અડફેટે લઈ લોકોને પરેશાન કરતા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તાજેતરમાં નાગરિકને આખલાએ અડફેટ લીધા હતા. અઠવાડિયા પહેલાં બનેલી ઘટનામાં અંદાજે સાતેક દિવસ ગાંધીધામમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી, ત્યારબાદ આજે જામનગર લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમના અવસાનના સંદેશો મળતાં જ ભારતનગર સહિતના વિસ્તારોમાં નાગરિકોમાં પાલિકાની બેદરકારી સામે રોષ જોવા મળ્યો છે. નાગરિકના અવસાનની બાબતને તેના પરિવારજનો રોષ જોવા મળ્યો હતો,  અને ભારતનગર વેપારી મંડળના મંત્રી શ્રી સુનીલભાઈ પારવાણીએ પુષ્ટિ આપી હતી.નગરપાલિકા દ્વારા આખલા પકડવા માટે ક્યારે મુહૂર્ત કાઢવામાં આવે છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એક નાગરિકને આખલાએ અડફેટે લેતાં તેના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવા માટે માગણી કરવામાં આવી હતી.

રિપોર્ટર: રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ -9879011934

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button