
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નવસારી જિલ્લાના ગામેગામ ફરીને ભારત સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ગામના રહેવાસી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી રક્ષાબેન પટેલે સરકારશ્રીનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવી હતી. આ સહાયથી મારુ પાકુ મકાન બની ગયું છે.
રક્ષાબેન હર્ષભેર જણાવ્યું કે, પહેલા અમે લિપણવાળા કાચા ઘરમાં રહેતા હતા પરંતુ પ્રધાન મંત્રી આવાસ યોજના દ્વારા આવાસનો લાભ મળતા અમે પાકું મકાન બનાવ્યું છે. હવે સરસ મઝાના પાકા મકાનમાં પરિવાર સાથે ખુશખુશાલ જીવન જીવીએ છીએ. જેના માટે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રનો આભારી છું.









