
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

તારીખ ૨૧ ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામા ભૂતકાળની ચૂંટણીઓમાં ૧૦% અને ૫૦% થી ઓછુ મતદાન નોંધાયું હોય તેવા ગામડાઓમા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.
ડાંગ જિલ્લાના (ગીરા) દાબદર, જામનસોંઢા અને ઇસખંડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર, બેનરો સાથે અહી ગ્રામ્ય વિસ્તારોમા મતદાન જાગૃતિ અંગેના સુત્રોચાર કરી રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦% મતદાનના હક્કનો ઉપયોગ કરવા અપીલ કરવામા આવી હતી.
મતદાન જાગૃતિ કાર્યક્રમમા શાળાના શિક્ષકો તેમજ કુલ ૧૭૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]









