
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લામાંથી પબ્લીક તથા ખાનગી સ્થળોએથી ૨૧૯ વોલ પેઇન્ટિંગ, ૧૪૭ પોસ્ટરો, ૧૩૧ બેનરો તથા અન્ય ૧૮૫ મળી કુલ ૬૮૨ જેટલી પ્રચાર સામગ્રી અત્યાર સુધી દુર કરવામાં આવી છે.
ડાંગ જિલ્લાના ત્રણેય તાલૂકાઓમાંથી ૬૮૨ જેટલા વોલ પેઇન્ટિંગ, પોસ્ટરો, બેનર સહિતની પ્રચાર સામગ્રી દુર કરીને, ડાંગ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા સહિતાનું અમલીકરણ કરવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
[wptube id="1252022"]









