GUJARAT

નસવાડી તાલુકાના ચોરામલ ગામે સ્લેબ ડ્રેઇન નાં લોકાર્પણનાં એક માસ માંજ પેરાફિટ મા તિરાડો દેખાવા લાગી.

મૂકેશ પરમાર, નસવાડી

નસવાડી તાલુકાના ચોરામલ ગામે જવાના રસ્તા ઉપર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામા સ્લેબ ડ્રેઇન મંજૂર કરવામાં આવ્યો હતો જેના માટે સરકારે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી એક એજન્સી નું ટેન્ડર લાગતાં સ્લેબ ડ્રેઇન બનાવવાની કામગીરી કરાઇ હતી નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સ્લેબ ડ્રેઇન ની કામગીરીની દેખરેખ રાખવામાં આવી હતી જ્યારે સ્લેબ ડ્રેઇન સંપૂર્ણ બનીને તૈયાર થઈ જતા એક માસ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું એક માસ પૂર્ણ થતાં જ બ્રીજની બંનેવ સાઈડ ની પેરાફિટ મા અનેક જગ્યાઓ ઉપર મોટી મોટી તિરાડો દેખાવા લાગી છે હજુ લોકાર્પણ ને એક માસ જેટલો સમય થયો છે અને સ્લેબ ડ્રેઇન ની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે એક માસમાં જ પેરાફિટ માં મોટી મોટી તિરાડો દેખાતા અધિકારીઓની દેખરેખની પણ પોલ ખુલી છે આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ વિકાસનાં કામો માટે ફાળવે છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ની મિલી ભગત નાં કારણે કામોમાં ગુણવત્તા જળવાતી નથી તેવું હાલ લાગી રહ્યું છે જ્યારે નસવાડી તાલુકામાં વિકાસ નાં કામો હલકી ગુણવત્તા વાળા થઈ રહ્યા છે.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button