મુળીના આંબરડી ગામે સરકારી જમીનમાં ખનીજ માફીયાઓ દ્વારા ખનીજ ચોરી શરૂ
સ્થાનિક નાગરીકે વિડીયો વાયરલ કરી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ

તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સ્થાનિક નાગરીકે વિડીયો વાયરલ કરી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં તમામ ગામોમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સાથે ખનન વહન બેરોકટોક ચાલી રહ્યું છે હજુ કોલસાની ગેરકાયદેસર ખાણોમાં બે મજુરના મોતની શાહી સુકાય નથી તેમ છતાં ખનીજ ચોરી આ તંત્ર બંધ કરાવી શકેલ નથી અથવા દાનત નથી તે નરી આંખે જોઈ શકાય છે ત્યારે ફરી સફેદમાટી ખનીજની ચોરી મોટા પ્રમાણમા થઈ રહી છે અને મોરબી સિરામિક ઉધોગોમાં દરરોજ ૧૫૦૦ ડમ્પરના ફેરા ઠલવાય છે તેમ છતાં તંત્ર મૌન બની હાથ ઉપર હાથ ચડાવી બેઠુ છે ખનીજ માફીયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી શકવાની તાકાત હજું આવી નથી મુળી તાલુકાનાં આજુ બાજુના ગામોમાં ખનીજ ચોરીમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંબરડી અને સુંદરી રોડ ઉપર ખારા નામના જમીન આવેલી છે હાલ ત્યા સફેદ માટીનું મોટું કૌભાંડ ધમધમી રહ્યું છે ત્યારે આંબરડી ગામના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ખનીજ વિભાગ અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ભૂમાફિયાઓને કોઈનો ડર નો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવે તો લાખો રૂપિયાનો ખનીજ કૌભાંડ સાથે ચોરી પકડાઈ તેમ છે ત્યારે વારંવાર રજૂઆત છતાં કોઈ કાયૅવાહી કરવામાં આવતી નથી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથડી રહ્યા છે સફેદ માટી હોય કે કોલસાનો કારોબાર એટલે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં ત્યારે આ તકે આંબરડી ગામના જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરીને ખારા નામની જમીન ઉપર સફેદ માટીનું ખનન વહન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.