ગરુડેશ્વરના એક ગામે નજીવી બાબતે ઝેરી દવા ગટગટાવી તરૂણીએ આપઘાત નો પ્રયાસ કર્યો
નર્મદા જિલ્લામાં અંતરિયાળ ગામોમાં યુવાનો, તરુણ દ્વારા ઝેરી દવા પી ને જીવન ટૂંકાવવાના કિસ્સા વારંવાર બનતા હોય છે જે ખૂબ ચિંતા જનક
સામાજિક સંસ્થાઓ, તેમજ પોલીસ દ્વારા ગામે ગામ લોકોને માનસિક રીતે મજબૂત કરવા જાગૃતિ અભિયાન ચલાવાય તે જરૂરી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી એક તરુણીએ નજીવી બાબતે ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો છે
પ્રાપ્ત વિગત અનુસાર એક તરુણવયની યુવતી તા.૨૬/૦૫/૨૦૨૪ ના રોજ ચીમલખાડી (મહારાષ્ટ્ર) મુકામે લગ્ન પ્રસંગમાં ગઈ હતી અને તા.૨૭/૦૫/૨૦૨૪ ના રોજ મોડેથી એકલા પોતાના ઘરે પરત આવી ત્યારે ભોગ બનનાર નાઓના માતા-પિતાને મન દુ:ખ થયું છે તેમ વિચારી તરુણીએ પોતે પોતાના ઘરમાં મુકેલ કપાસમાં છાંટવાની મોનોકોટા નામની ઝેરી દવા ગટગટાવી લીધી જોકે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં
નર્મદા જિલ્લામાં અંતરિયાળ ગામોમાં યુવાનો, તરુણ દ્વારા ઝેરી દવા પી ને જીવન ટૂંકાવવાના કિસ્સા વારંવાર બનતા હોય છે જે ખૂબ ચિંતા જનક બાબત છે સામાજિક સંસ્થાઓ, તેમજ પોલીસ દ્વારા ગામે ગામ લોકોને માનસિક રીતે મજબૂત કરવા જાગૃતિ અભિયાન ચલાવાય તે જરૂરી