
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના સેન્દ્રીઆંબા ગામના શ્રમિક પરિવારના શ્રી શંકરભાઇ નાવજીભાઇ ગાયકવાડને રસ્તેથી મળેલા એક હજાર રૂપિયા, તેમણે પોલીસ સ્ટેશને જમા કરાવીને પ્રામાણિક્તા દાખવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આહવા સ્થિત પરબડી પાસેથી શંકરભાઇને સવારે ર.,૫૦૦/- ની બે નોટ રસ્તેથી મળી આવી હતી. જેથી તેમણે કોઈક જરૂરિયાતમંદની મુડી ગુમ થતાં તે વ્યક્તિ ભારે પરેશાની વેઠી રહ્યા હશે તેમ વિચારી, તુરત જ આહવા પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમ ખાતે પહોંચી, આ રકમ જમા કરાવી હતી.
ડાંગ પોલીસના જવાનોએ તુરત જ સી.સી.ટીવીના આધારે આ રૂપિયા કોના હોઈ શકે તેની તપાસ હાથ ધરી, શંકરભાઇ નાવજીભાઇ ગાયકવાડ જેવા પ્રામાણિક વ્યક્તિની ઈમાનદારીને બિરદાવી હતી.
નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલે આ વ્યક્તિની પ્રામાણિકતા, અન્યો માટે પ્રેરણા બને તે માટે શંકરભાઈની પુષ્પગુચ્છ આપી સરાહના કરી હતી.