BANASKANTHAGUJARATPALANPUR

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી અને જી. ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાન માળા નું આયોજન કરવામાં આવ્યું 

26 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી અને જી. ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંયુક્ત ઉપક્રમે ડૉ એસ જી ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ 26/2/2024 ના રોજ યુનિવર્સિટી કક્ષા ની વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યો . ડૉ.દિલીપ એસ ચારણ( તત્વજ્ઞાન વિભાગ ગુજરાત યુનિવર્સિટી અધ્યક્ષ) દ્વારા’ PHILOSOPHICAL FOUNDATION OF NEW EDUCATION POLICY ‘ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું . આ વ્યાખ્યાનમાળા ડૉ ડી એસ ચારણ દ્વારા નવી શિક્ષણ નીતિ ની જરૂર શા માટે પડી? ,રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તાત્વિક આધારો ,માનવ અધિકાર ,શહેરીકરણ તેમજ આધુનિકતા ની અસર,સાતત્યપૂર્ણ ટકાઉ વિકાસ ની વાત કરી તેમજ ભારતીય જ્ઞાન પરંપરા (indian knowledge system) માં રહેલ મૂલ્યો તેમજ જીવન જીવવાના માર્ગોનું સાંપ્રત સમયમાં શું મૂલ્ય રહેલું છે તે સમજાવી તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તેમાં 80 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં.તેનું સંચાલન ડૉ મનાલીબેન ગઢવી તેમજ ડૉ વિજયભાઈ પ્રજાપતિ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કર્યુ.તમામ સ્ટાફ મિત્રો તેમાં હાજર રહ્યા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button