
ભારત જોડો યાત્રાને લઈને નર્મદા જિલ્લામાં પ્રભારી ઉષા નાયડુની ઉપસ્થિતિમાં બેઠક
રાજપીપળામાં રાહુલ ગાંધી બે કીમી પદયાત્રા કરશે, સફેદ ટાવર ખાતે સંબોધન કરે તેવી શક્યતા !
રાજપીપલા : જુનેદ ખત્રી
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ૦૯ માર્ચના રોજ નર્મદા જિલ્લામાં આવનાર છે જેના લઈ AICC સેક્રેટરી અને પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં રાજપીપલા વડીયા સર્કિટ હાઉસ ખાતે ખાતે મિટિંગ યોજાઈ હતી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સફળ બનાવવા જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી ઉપરાંત યાત્રાને સફળ બનાવવા કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છોટાઉદેપુર જિલ્લામાંથી આવી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર થઈ રાજપીપલા આવશે જ્યાં ગાંધી ચોક થી સંતોષ ચાર રસ્તા સફેદ ટાવર થઈ આંબેડકર ચોક ખાતે ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પદયાત્રા કરવાના છે ત્યારબાદ ન્યાય યાત્રા ભરૂચના નેત્રંગ ખાતે રવાના થશે
કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડાયા તે અંગે ઉષા નાયડુએ જણાવ્યું ભાજપ પાસે નેતૃત્વની અછત છે એટલેજ ભાજપે કોંગ્રેસ જોડો અભિયાન ચલાવ્યું છે જે નેતાઓ કોંગ્રેસ છોડીને જાય છે તેમને કોંગ્રેસે નેતા બનાવ્યા અને એટલે કાબિલ નેતા બનાવ્યા કે ભાજપે તેમને લેવાની ફરજ પડી કોંગ્રેસ પાર્ટીએ સત્તા માટે ક્યારેય નથી વિચાર્યું હંમેશા દેશના ભવિષ્ય માટે વિચાર્યું છે દેશની જનતા માટે આગળના ભવિષ્ય માટે સમજી વિચારીને કોંગ્રેસ પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન કર્યું છે