
નર્મદા જિલ્લામાં પૂરના કારણે તારાજી સર્જાઈ, પૂરમાં ફસાયેલા અનેક લોકોનું NDRF અને SDRF ની ટીમે રેસ્ક્યુ કર્યું
નર્મદા ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવાથી સર્વત્ર જળબંબકારની સ્થિતિ સર્જાઈ , ખેતીને ભારે નુકશાન
જુનેદ ખત્રી : રાજપીપલા

સરદાર સરોવર નર્મદા બંધમાંથી આશરે ૨૦ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા સમગ્ર નર્મદા જિલ્લા સહિત નદીના કાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે નર્મદા ડેમના નીચે આવતા ગામો કેવડિયા સહિતના ગામોમાં પૂર્ણ પાણી ભરાઈ ગયા હતા ત્યારે સ્થાનિક લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા ઉપરાંત પુરમાં ફસાયેલા અસંખ્ય લોકોને એનડીઆરએફ એસડીઆરએફની ટુકડીઓ સહિત સ્થાનિક ટુકડીઓ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
નર્મદા જિલ્લાનું માંગરોળ, ગુવાર, શહેરવ, સહિતના ગામોમાં પૂરના પાણી ભરાઈ જતાં ગામો સંપર્ક વિહોણા બન્યા છે માંગરોળ ગામે વાઇબ્રન્ટ સ્કૂલમાં ૬૦ થી વધુ બાળકો શિક્ષકો ફસાયા હતા ઉપરાંત ગુવાર ગામે આશ્રમમાં પણ કેટલાક લોકો ફસાયા હતા. આશ્રમ શાળામાં બાળકો ફસાયા હતા ત્યારે એન ડી આર એફ ની ટુકડી દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પૂરમાં ફસાયેલા બાળકોને સ્થાનિકોને સલામત સ્થળે લાવવામાં આવી રહ્યા છે
મોટી માત્રામાં પાણી છોડવાના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનું મબલખ પાક નાશ પામ્યો છે ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું હોવાનું અનુમાન લગાવી શકાય છે
જિલ્લાના અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તેઓને સલામત સ્થળે ખસેડીને તેમની માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને નર્મદા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમગ્ર નર્મદાની ટીમ તેમજ નર્મદા પોલીસની ટીમ બચાવ કાર્યમાં જોતરાયેલી છે
*** રાજપીપળામાં વીસાવાગા ભોઈ વાડ વિસ્તારમાં પાણી ભરાયા
નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ના વિશાવાગા ભોઈવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ત્યાં 13 થી 14 લોકો ફસાયા હતા તંત્રને આ બાબતે જાણ કરતા પાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
*** મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા રાજપીપળા વડોદરા વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો
રાજપીપળા નજીક બદામ ગામ પાસે મુખ્ય રસ્તા ઉપર પૂરના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રાજપીપળાથી ડભોઇ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ઉપરાંત ગરુડેશ્વર પાસે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા રાજપીપળા તિલકવાડા નો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી બેઠવાનો વારો આવ્યો હતો









