
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જલ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ ભારતના તમામ ઘરોમાં વ્યક્તિગત નળજોડાણો દ્વારા શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવાનું અભિયાન
પ્રાપ્ત માહિતી મુજબ જલ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ ભારતના તમામ ઘરોમાં વ્યક્તિગત નળજોડાણો દ્વારા શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવાનો ઉમદા હેતુ છે. આ કાર્યક્રમ હેઠળ ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા રિચાર્જ અને પુનઃ વપરાશ જેવા સ્ત્રોત ટકાઉપણુંનાં પગલાનું અમલીકરણ પણ કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન પાણી માટે લોકભાગીદારીના અભિગમ પર આધારિત છે અને તેમાં મિશનના મુખ્ય ઘટક તરીકે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર સામેલ છે. જેજેએમ હેઠળ પાણી એ દરેકની પ્રાથમિક્તામાં આવે તે માટે લોકઝુંબેશ ઉપાડી છે. દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો સામાન્ય ખર્ચ પર લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. જેથી તેમના જીવનધોરણમાં સુધારો થાય.
જલ જીવન મિશન થકી સહાય, સશક્તિકરણ અને સુવિધા મળી રહે છે.
• રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના આયોજનમાં લોકભાગીદારી થકી દેશના દરેક ગ્રામ્ય ઘરો અને જાહેર સંસ્થાઓને લાંબા ગાળે પીવાના પાણીની સલામતી સુનિશ્ચિત કરવી.
• ગ્રામીણ વિસ્તારના દરેક ઘરને નળજોડાણથી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પાણી પુરવઠાના માળખાનું નિર્માણ કરવું.
• પેયજળ સલામતી માટે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ આયોજન કરવું.
• ગ્રામ પંચાયત/ સ્થાનિક લોકો પાસે તેમના ગામની પેયજળ યોજનાનું આયોજન, અમલીકરણ, વ્યવસ્થાપન અને મરામત તથા નિભાવણી કરાવવી.
• રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો જળ ક્ષેત્રની ઉપયોગિતાના અભિગમને પ્રોત્સાહન આપીને લોકોને તેની સેવા પૂરી પાડવા અને તેના આર્થિક ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરતી મજબૂત સંસ્થાઓનો વિકાસ કરશે.
• લોકોનું જીવન ધોરણ સુધારવા માટે પાણીના મહત્વ પર ભાગીદારોનું ક્ષમતા વર્ધન અને સમુદાયમાં આ બાબતે જાગૃતિ લાવવી.
• મિશનના અમલીકરણ માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આર્થિક સહાયની જોગવાઈ અને ગતિશીલતા વધારવી.
જલ જીવન મિશનના ઉદ્દેશો
• દરેક ગ્રામીણ ઘરને નળજોડાણ પૂરા પાડવા.
• દુષ્કાળગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારો અને રણ વિસ્તારોના ગામો, સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) ગામો, વગેરેમાં ગુણવત્તાયુક્ત એફએચટીસીની જોગવાઈને પ્રાથમિક્તા આપવી.
• શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્રો, સુખાકારી કેન્દ્રો અને સામુદાયિક ઈમારતોને નળ જોડાણ આપવું.
• નળજોડાણોની કાર્યક્ષમતાને મોનિટર કરવી
• રોકડ, વસ્તુ અને/અથવા મજૂરી તથા સ્વૈચ્છિક શ્રમદાન દ્વારા સ્થાનિક સમુદાયમાં સ્વૈચ્છિક પોતીકાપણને પ્રોત્સાહન આપવું અને તેને સુનિશ્ચિત કરવું.
• પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા એટલે કે જળ સ્રોત, પાણી પુરવઠાના માળખા અને નિયમિત મરામત અને નિભાવણી માટેના ભંડોળ માટે સહાય સુનિશ્ચિત કરવી.
• જળ ક્ષેત્રમાં માનવ સંસાધનના સશક્તિકરણ અને વિકાસ માટે, બાંધકામ, પ્લમ્બિંગ, વીજળી, પાણી ગુણવત્તા વ્યવસ્થાપન, જળ શુદ્ધીકરણ, વોટર કેચમેન્ટ પ્રોટેક્શન, મરામત અને નિભાવણી માટેની ટૂંકા અને લાંબા ગાળાની માંગને પૂરી પાડી શકાય.
• જળના ક્ષેત્રના તમામ લાભાર્થીઓમાં સુરક્ષિત પેયજળના વિવિધ પાસાઓ અને મહત્વ વિશે જાગૃતિ લાવી પાણીની જાળવણી માટે લોકભાગીદારી વધારવી.









