
આસીફ લુણાવાડા
વિરપુર લીંમડીયા હાઈવે પર બે કાર અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત,

અકસ્માતમાં 3 વ્યકિતઓને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના વિરપુર થી લીંબડીયા તરફ જતા માર્ગ ઉપર પાટા ગામ પાસે ત્રીપલ અકસ્માતની ઘટના સામે આવી જેમાં બે કાર તેમજ એક બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતની અંદર બંને કારને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું તો બાઈક પણ ભાગી ગઈ આ ત્રિપલ અકસ્માતમાં સાત લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે તો બાઈક ચાલકને ફંગોળાતા બાઈક સવારને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જાતા લોકોના ટોળા એ ઘટના સ્થળે ઊંમટી પડ્યા હતા ત્યારે આ અકસ્માતમાં ૩ જેટલા લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને ૧૦૮ દ્રારા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વિરપુર પોલીસે ઘટનાની જાણ થતાં ધટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિને સંભાળી લીધી હતી









