
તા.૦૯.૧૨.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ તાલુકાનાં નાની ખરજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત
દાહોદ તાલુકાનાં નાની ખરજ ગામે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકો ને કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, આરોગ્યનું આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજવલા યોજનાં અંતર્ગત ગેસ કનેક્શન જેવી યોજનાઓ ની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી આ યાત્રાનાં માધ્યમ થી સરકારની મહત્વની યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહ્યો છે મામલતદાર, ટીડીઓ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]









