GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જીલ્લામાં મહિલાઓ માટે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્રમો શરુ કર્યા

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જીલ્લામાં મહિલાઓ માટે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્રમો શરુ કર્યા

બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા મહીસાગર જીલ્લાના વિવિધ ગામોમાંથી આવેલ બહેનો માટે કમ્પુટરાઈસ એકાઉન્ટીંગની નિ:શુલ્ક તાલીમ દિપ પ્રાગટ્ય કરીને શરુ કરવામાં આવી

આ કાર્યક્રમમા સંસ્થાના નિયામક  વિશાલ અગ્રવાલ, ટી.ડી.ઓ ઓફીસ લુણાવાડામાંથી સી.ડી.પી.ઓ  કાસીબેન (ડી.આર.ડી.ઓ માંથી ડી.એલ.એમ ,હરિશચંદ્ર રાઠોડ અને સંસ્થાના ફેકલ્ટી સુ  જયાબેન ઉપસ્થિત રહ્યા હતા અને એફએલસી કાઉન્સેલર  વનિતા પટેલ, પોતાના પગપર ઉભારહીને આત્મનિરભર કઇ રીતે બને એ માટે વિશેષ માર્ગદર્શન આપીને પ્રોત્સાહન પુરુ પાડ્યૂ હતુ.

ભવિષ્યમાં મહીસાગર જીલ્લાના ૧૮ થી ૪૫ વર્ષના ભાઈઓ અને બહેનો માટે જેમાં CCTV Camera, Photography and videography, અને મોબાઈલ રીપેરીંગ ની નિશુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે આ તાલીમ કાર્યક્રમ ટુક સમયમાં શરુ થવાની હોવાથી રજીસ્ટ્રેશન પણ શરુ કરવામા આવ્યા છે અને જે કોઇ ઇછુક ઉમેદવારે લુણાવાડા ખાતે એસ.કે હાઇસ્કુલની પાછળ, ચરેલ રોડ સાઈ બંગ્લોઝની સામે પર સંસ્થાનો સમ્પર્ક કરવો.

 

[wptube id="1252022"]
Back to top button