
વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગામે લોકડાયરો યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગામે લોકડાયરા નો કાર્યક્રમ પદ્મશ્રી ભકત કવિ દુલાભાયા કાગબાપુ ની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી ના આર્થિક સહયોગ થી નાટય કલાકાર પ્રવીણ બારોટ ટીવી કલાકાર તેમજ સુરેખાબા વાઘેલા, કોકિલા બારોટ, સહીત ના કલાકારો એ લોકડાયરા માં પોતાના સુરીલા અવાજ સાથે ડોલાવ્યા હતા રાજ્ય સંગીત નાટય અકાદમી ના સહકાર સાથે સાજીંદાગૃપ લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે જૂથપંચાયત ના પૂર્વ સરપંચ માધુભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો એ હાજરી આપી દુલા ભાયા કાગબાપુની રચના પામેલા દેશભક્તિ ના ગીતો શૌર્યગીતો કાગવાણી સહીત ના ગીતો નું લોકડાયરા માં ગ્રામજનોએ રસપાન કર્યું હતુ
[wptube id="1252022"]





