Santrampur : સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્યએ 17 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે નરાધમ આચાર્યની નજર બાળા પર બગડી હતી. મળતા અહેવાલ પ્રમાણે સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્યએ 17 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની જ્યારે પોતાની ખરીદી કરવા માટે લુણાવાડા બજારમાં આવી હતી, ત્યારે તેને હવસખોર આચાર્ય મળ્યો હતો.
નરાધમે કીધું કે બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે. તેમ કહીને લલચાલીને ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા બાદ આચાર્યએ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ હતું. જે બાદ વિદ્યાર્થિનીને તેનાં ગામની સીમમાં છોડીને આચાર્ય ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે હાલ વિદ્યાર્થીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






