ગીર ગઢડા તાલુકા ના આંબાવડ ગામે રૂ. 15 લાખ ખર્ચે તૈયાર થનાર પાણી ની પાઈપ લાઈન ના કામ નું ખાતમુહૂર્ત ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઈ સાંખટ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકા ના આંબાવડ ગામે રૂ. 15 લાખ ખર્ચે તૈયાર થનાર પાણી ની પાઈપ લાઈન ના કામ નું ખાતમુહૂર્ત ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઈ સાંખટ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
ગીર ગઢડા તાલુકા ના આંબાવાડ ગામના લોકો ને પીવાનું પાણી શુદ્ધ, નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા રૂ. 15 લાખ મંજૂર કરવામાં આવ્યા
આ 15 લાખ ના ખર્ચે તૈયાર થનાર પાણી ની પાઈપ લાઈન ના કામ નું ખાતમુહૂર્ત ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઈ સાંખટ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, ઉપપ્રમુખ દિનેશભાઈ જેઠવા, જિ.પ. સદસ્ય ધીરુભાઈ મકવાણા, તા. પ. કારોબારી ચેરમેન કાનજીભાઈ બાંભણિયા, પા.પુ.અધિકારી ઠાક્કર , ગામના સરપંચ દિનેશભાઈ ખોખર, ગ્રામ પંચાયત ના સદસ્ય ઓ, અગ્રણી રમેશભાઈ રાદડીયા. અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.