ઘોર કળિયુગ/ દીકરી પિતા સાથે પણ સુરક્ષિત નથી! નરાધમ પિતાએ આઠ વર્ષની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને હવે લોહીના સંબંધો પરથી પણ વિશ્વાસ ઉઠી જશે! અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પિતાએ માતાની ગેરહાજરીમાં પોતાની આઠ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે.
કિસ્સો એવો છે કે થોડા દિવસ પહેલા જયારે આઠ વર્ષની દીકરી તેના પિતા સાથે ઘરે એકલી હતી. ત્યારે પિતાએ પોતાની દીકરીને આઈસ્ક્રીમ ખવડાવીને પછી પોતાની દીકરીના કપડા કાઢીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એ સમયે માતા ઘરમાં હાજર ન હતી. દીકરીની નાનીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું હતા, જયારે બાળકીની માતા પણ ગઈ હતી, જેથી ઘરે બાપ અને દીકરી એકલા જ હતા. એ સમયે નરાધમે બાપે દીકરી સાથે આ કુકર્મ આચર્યું.
દીકરી સાથે દુષ્કર્મની વાત ત્યારે સામે આવી, જયારે બીજા દિવસે સવારે માતા ઘરે આવી અને દીકરીને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. ત્યારે દીકરીને ડોક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે ખુલાસો થયો કે દીકરી સાથે દુષ્કર્મ થયું છે. દીકરીએ તેની માતાને આ વિશે ફરિયાદ કરી અને માતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે નરાધમ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી દીધી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મહિલા તેના પતિ અને આઠ વર્ષની દીકરી સાથે રહે છે. થોડા દિવસ પહેલા આ મહિલાની માતાની તબિયત ખરાબ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તે હોસ્પિટલ રાત તેમની સાથે રોકાવા માટે ગઈ હતી અને પાછળ થી ઘરે એકલા પતિ અને દીકરી જ હતા.
એ રાતે પતિએ તેની દીકરીને આઈસ્ક્રીમ ખવડાવીને પછી પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. જયારે મહિલા બીજા દિવસે સવારે ઘરે આવી ત્યારે પાડોશમાં રહેતી મહિલાએ તેને તેની દીકરી રાતે રડતી હોવાનું અને તેને કઈંક દુખતું હોવાની વાત કરી. જેથી મહિલા પોતાની દીકરીને દવાખાને લઈ ગઈ, ત્યારે ડોકટરે હકીકત જણાવી અને દીકરીને સરકારી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. એ પછી ડોકટરે દીકરી સાથે દુષ્કર્મ થયું હોવાની વાતની પુષ્ટિ કરી અને આ અંગે પોલીસને જાણ કરી. પોલીસે આ મામલે કુકર્મ આચરનાર નરાધમ પિતા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.










