GUJARATKUTCHMANDAVI

મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ શ્રી નવચેતન અંધજન મંડળ વૃદ્ધાશ્રમ ભચાઉમાં ચૂંટણી પર્વની માહિતી વડીલોને માહીતી આપવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી,તા-15 એપ્રિલ  : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સતત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. શ્રી નવચેતન અંધજન મંડળ વૃદ્ધાશ્રમ ભચાઉમાં ચૂંટણી પર્વની માહિતી વડીલોને આપવામાં આવી હતી. સર્વે વડીલોએ મત આપવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરાંત, ભચાઉના ડેપ્યુટી કલેક્ટરશ્રી, નાયબ મામલતદારશ્રીએ વડીલોને ચૂંટણી અંતર્ગત મત અધિકાર વિશે તથા દિવ્યાંગજનો માટે મત આપવા માટે સરકારશ્રીની સેવાઓ વિશે જાગૃત કરી મત આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થાના કો- ઓર્ડીનેટર શ્રી દિલીપભાઈએ બેલેટ ફોર્મની માહિતી વિષે વડીલોને સમજણ આપી હતી અને જરૂરિયાતવાળા વૃદ્ધજનોના ફોર્મ ભરવાની કાર્યવાહી કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button