GGGH-ગૌરવ છે પણ…ખોતરશો નહિ-ઘા રૂઝાશે નહિં તો??

……તો ?? ચાલવા દો ને કઇક તો “સેવા” થાય છે ને??૫૦૦ કરોડ હમણા તા જે તા જા મંજુર થ્યા છ “હા”એ “આપણા”જ સ્તો…
જામનગર (ભરત ભોગાયતા)
તબીબી વ્યવસાય ઉમદા ક્ષેત્ર છે લોકોને જીવન સરળ હસતુ રમતુ કરવા સારવાર કરવાની તક મળે છે ડોક્ટરને લોકો ભગવાન ની જેમ માને નર્સીંગ ક્ષેત્ર તો સફેદ યુનિફોર્મમાં દેવતાઓ જ છે અને સહાયકો તેમજ સબસ્ટાફ એમ્બ્યુલન્સ ડ્રાયવર લીફ્ટમેન ચોકીદાર સ્ટ્રેચર ને વ્હિલચેર કેરી કરનાર સફાઇ જાળવનારા સહિત સૌ દેવદૂત સમાન મનાય છે સદનસીબે આવુ અમુક અમુક જગ્યાએ સંપુર્ણપણે ક્યાક ક્યાક અંશત: ક્યાંક ક્યાંક ક્યારેક જોવા મળે છે તો કોક જગ્યાએ જેવો સમય તે મુજબ મોડીફીકેશન થાય છે
જામનગરની સરકારી હોસ્પીટલ GGGH એટલે શ્રી ગુરૂ ગોવિંદસિંઘજી સરકારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને અમદાવાદની સિવિલ હોસ્પીટલ બાદની રાજ્યની બીજા નંબરની સરકારી હોસ્પીટલ છે ૮૦ એકરનો વિસ્તાર પાંચ લાખ ચો.મી. બાંધકામ ૨૩ વિભાગો કાયમી હંગામી ૧૭૦૦ જેટલો સ્ટાફ રોજના બે હજાર દરદીની ઓપીડી ૭૦૦ થી વધુ દાખલ ૪૮ થી વધુ પરીક્ષણ અને ટનબંધ ખપતી દવા અને મેડીકલ એઇડ એસેસરીઝ સાથેનુ સતત દોડતુ તંત્ર જોઇએ તો આ નવ દાયકા જુનુ આરોગ્ય ધામ કુદરતી શક્તિ ઉપર વિશ્ર્વાસ વધે કેમકે માત્ર …. હા શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ જે સાત દાયકા થવા આવશે ત્યારથી ગૌરવ છે અને જી.જી.એચ. એ આમતો મેડીકલ કોલેજ સંલગ્ન છે ત્યારે કોલેજ ના ડીન કે હોસ્પી.સુપ્રીન્ટેન્ડન્ટ માત્ર થી આટલુ મોટુ તંત્ર ચાલ્યા રાખે તેવુ બને નહી પણ સૌ ફરજ સમજી કામ કરે છે અમુક ડોક્ટર એ તેમના સુઝકા નસીબની યારી સાનુકુળતાઓથી પોતાનુ નામ પણ કાઢ્યુ છે તો ઘણા પેરા મેડીકોઝ પણ તેમના ક્ષેત્રની નિપુણતા એવી ધરાવે છે કે અમુક તો સમાંતર રીતે મેડીકલ પ્રેક્ટીસ કરી શકે છે કેમકે આઠ દસ ઇંજેક્શનના દસ બાર દવાઓના પાંચ સાત રીપોર્ટ ના નામ આવડવા જોઇએ બસ….જે હોય તે પણ જીજીએચ ગૌરવ છે તેના તમામ સ્ટાફને સલામ છે આ દરેક સારૂ કામ કરનાર ભલે સન્માનીત ન થાય પરંતુ મુંગા મોઢે ફરજ બજાવનાર વધુ છે અમુક “હવા કા રૂખ” જોઇ ને ફરજ બજાવે છે અમુક તો બીજા શું કરે છે તેમા જ વ્યસ્ત હોય છે અમુક ડ્યુટી ક્યારે પુરી થાય ને પેલા આઉટસોર્સ વાળાને ગાળીયો પહેરાવી ક્યારે છટકી જવાય તેની વેંતરણમાં હોય છે તો વળી કોક કોક તો યાદ આવે ત્યારે ઝબકી જતા હોય તેમ વાછટ ની જેમ વચ્ચે વચ્ચે ફરજ પણ બજાવી લે છે અમુક તો એ વખતે એ માટે સમયસર આવે છે કે ત્યારે તેના ઓળખીતા ટ્રીટમેન્ટ માટે આવવાના હોય કા કોક મોટી ભલામણ વાળુ દરદી આવવાનુ હોય કાં તો વીઆઇપી કે વીવીઆઇપી વીઝીટ કે ફંક્શન હોય તો કોક કેવા એલર્ટ હોય કે આમ તમને જોવાય નહી મળે પણ કોક “ડે” આવશે ત્યારે ફોટામા હશે જ….!!
@_______ડોક્ટર્સ પેરા મેડીકોઝની….ખાનગીમા પ્રેક્ટીસ…..ફરસાણ વગેરે ની દુકાનોમા લખ્યુ હોય છે…..”બહારના ઓર્ડર ઉપર પુરતુ ધ્યાન અાપવામાં આવશે…” વાંચો……
દર મહિને મેડીકલ કોલેજ માંથી પત્રક સરકારમા જાય તેમાં NIL લખ્યુ હોય છે આ પત્રક શું છે કે જે કોઇ પ્રોફેસર એસો.પ્રોફેસર આસી.પ્રોફેસર એચઓડી ખાતાના વડા કે અન્ય તબીબ પ્રાયવેટ પ્રેક્ટીસ કરે છે?? કે નહી?? તો કે ના જામનગરની મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પીટલનુ અંદાજે ૨૩૦ જેટલા ડોક્ટર્સ વગેરે માટે પ્રમાણપત્ર વડી કચેરીને જાય છે કે કોઇ ખાનગી પ્રેક્ટીસ નથી કરતુ અને બધા જ NPA નોન પ્રેક્ટીસીંગ એલાઉન્સ લેવાને હકદાર છે બીજી તરફ જીજીએચ ના ૩૮ ડોક્ટર્સ અને દોઢસો પેરા મેડીકોઝ ખાનગીમા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બીજા ત્રીજા ના નામે કે કોક ના ઓઠા હેઠળ પ્રાયવેટ કામ કરી કમાય જ છે ને ?? માટે આવા ડોક્ટે સહિતના સ્ટાફ કાં તો હોસ્પીટલ મોડા આવે કાં વહેલા જતા રે કાં હોસ્પીટલમાથી દવા ઇંજેક્શન ઓપરેશન સાધનસામગ્રી ગુપચાવી જતા હોવાની ચર્ચા નહી છડેચોક લઇ જ જાય છે…….!!હેં…?? હા…હેં શું….?? બે પૈસા વધુ મળે ને?? થોડા સમય અગાવની વાત છે એકવાર એનેસ્થેશીયા વિભાગના એક તબીબ મહિલા કે પુરૂષ યાદ નથી તેઓ સ્ટાફને દરદીને લાં..બી પ્રતિક્ષા કરાવ્યા બાદ ફરજ ઉપર દેખીતી રીતે મોડા આવ્યા…….આવી ને શું કહે છે ખબર છે??…..કે ત્યાં પેશન્ટ રીકવર જ નહોતુ થતુ….તો મુકી ને કેમ આવવુ…..?? અરે….મારી બેન કે મારા ભાઇ…..અહી એમનેમ બેહોશ થય ગયા ઘણા એનુ શું?? તો વળી એક તબલાવાદક જેવી હેર સ્ટાઇલ ધરાવનાર આધુનિક પુર્ણ પુરૂષોતમ (પુરૂષોમાં જે ઉતમ છે તે)
ખાય ખદોડી બીજા સાથે એટલે બીજી કંપની સાથે ટાઇ અપ કરી ને પોતાના ખાનગી પરીક્ષણ કેન્દ્ર જ્યા કોરોનામા બે હાથે કમાઇ થઇ તે જાહેર ચોકમા આવેલ સ્થળ નુ હવે શુ ગૌરવ લે છે?ખબર છે? તો કે …..આપણે ઇ ક્યારનુ બંધ કરી દીધુ ને……?? લે બોલ….તેઓ સમાંતર સતા ધરાવતા હોવાનુ પણ ગૌરવ લે છે….બીજા અમુક ને નસીબ એ એવી યારી આપી છે કે તેઓના પત્ની ક્લીનક કે હોસ્પીટલ કે લેબ કે બીજા પરીક્ષણ કેન્દ્રો ચલાવે છે….તેમને બહુ ઇઝી પડે….સમજી ગયા ને?? તો સાંજે ત્યાં મળશુ…….ને?? અમુક ને તો કેવી સરખાઇ છે સ્ટાફ જ કહે કે અહી શું બેઠા છો….”ત્યાં……” જયાવજો…..બધુ થય જશે અહી હેરાન થશો ઠાલા મફતના…….આ બધુ કહેવાનુ ઘણુ લાંબુ છે પણ મારા સાયબ તમે છુટીને ગમે તે કરજો…..ખાનગીમા ઓપરેશનો પણ કરજો…..કમાજો…..પણ જ્યારે GGGH મા હોવ ત્યારે ત્યાં દરદીની સેવા સારવાર ઓપરેશન ધ્યાન પુર્વક અને ખંત થી કરો આ તમારી માતૃ સંસ્થા છે …..ને? અને હા…..પેરા મેડીકોઝ મિત્રો તમે જાણો છો એની સામે નથી જાણતા એ બહુ જ ઘણુ બધુ છે ભલે તમારા ભરોસે વોર્ડચાલતા હોય ….રેસીડન્ટસ પણ તમને પુછતા હોય….તમારા થી શીખતા હોય…..પણ મર્યાદા સ્વીકારીને ચાલો…..કોઇ ડોક્ટર ને સાથે રાખી ને જે કરતા હોવ તે કરો…..ભાઇસા”બ…….
@_________અમુક દ્રશ્યો…
>>> આ લોખંડના રૂમ જેવુ શું છે?? આ…??પેલા ચાર પાંચ જણ બેઠા છ ઇ??કો છો?? અમુક “હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા……..નુ પાલન કરે છે……અમુક પ્લાસ્ટીક કકડામાં કઇક મસળે છે….કોક મોંમા માખી મચ્છર ગળ્યા હશે તો બહાર કાઢે છે……એ વુ દેખાય છે ઇ બધા નુ કો છો….?? અરે રે….ઇ તો સ્ટાફના છે …કોઇ ડ્રાયવર છે એમ્બ્યુલન્સના….તો એમ્બ્યુલન્સ ક્યાં ??કોક રીપેરીંગમાં કોક પાછળ દેખાય નહિ એમ કોક વીઆઇપી રસાલામાં……એમ?? તો દરદીને લઇ જવા હોય તો ?? ઇ તો બહાર ખરી ને પ્રાયવેટ…..ઇ લોકો તો ઉતરડી ન લે ભાડામાં….?? અરે યાર એટલે જ સ્તો…..આ બધુ બોલાવો નહી અમારા મોઢેથી…..ok …to બધાય ડ્રાયવર છે આ બેઠા છ ઇ….?? ના કોક પટાવાળા છે ….કોક સફાઇ કામદાર છે……કોક એમાના કોઇના સગા છે…..વગેરે….વગેરે….તો આ લોખંડનુ શુ છે રૂમ જેવુ?? એ તો લીફ્ટ છે…..હેં….પેલી ૨૧ લીફ્ટ છે તેમાંની એક?? શુ્ વાત કરો છો??…..ચાલ્યા રાખે…પણ દરદી ને લઇ જવા હોય તો….??તમે “માથુ” છો?? નથી ને??બસ તો બે ત્રણ સગા એ સાથે આવવાનુ ને દરદી ને તેડી ને લઇ જવાના …….એમાં શું??
>>>>>_ઉભા રો…..આ ઢગલો શેનો છે?? અ રે યા ર…બતાતુ નહી….??આ પેલા ફોટા ન હો તા છપાયા?? કે….એમ…કે….દાનમાં આવ્યા સ્ટ્રેચર….ને વ્હિલ ચેર ને…વોટર કુલરને….?? હા…તો અમુક તો સડેલ પતરૂ છે…..ઇ….?? ઇ તો હોસ્પીટલના ય અમુક બગડતા હોય…..ને અહિ રીપેરિંગની બહુ દરકાર અમે ન લઇએ હો…..આ મે ય બધુ ડેડ સ્ટોક રજીસ્ટરમાં થોડુ ચડાવવાનુ હોય…..?? ને બીજુ ઉભા રો તેમા ચેર….ટેબલ ….જેવુ ય ઘણુ દેખાય છે……..અ રે….યાર….તમે ઇ ન જુઓ નીચે જુઓ ….આ કુતરૂ કરડે છે હો….?? ને સામે થી આખલો આવે છે….બચજો……બિચારો પેલો……..
>>>> ઉભા રો….કાં ?? આ ભાઇ ઠંડા પીણા નો ભંભો ને પડીકા મા કઇક ફરસાણ લઇ જાય છે સુગંધ આવે છે…..ઇ શું?? અચ્છા ઇ….ઇ…..તો ઓપરેશન હોય ને……કોકના…..હા તો…અંદર ઓપરેશન ને બહાર સગા જ્યાફત ઉડાડે બહુ કેવાય નહી….?? ના એમ નથી આ બધુ જોબરવાનુ તો અંદર પેલા બધા સ્ટાફ ન હોય ….?? એમને….બચાયડા ભુયખા થયા હોય…..ને?? એમ??….પણ યાર પેલા નાસ્તો લઇ જતા તા એના ખીસામા કદાચ સિગારેટ ….મસાલા માવા ….પાન…..એ ય કદાચ હતા હો ….? ઇ કોના માટે….?? અરે યાર તમે લોહી પીધુ …..જોબરી ને મુખવાસ તો જોઇએ ને…..બધુ અમારે બોલવુ…..તમે તો જાણે ઘોંચુ….હોવ તેમ પુછો છો……આ તો જો ભટકાતો નીકળો…..ઇ પ્લેટ બદલવા જાય છે એટલે…..ઠી…..ઇ….ક નાસ્તા ની પ્લેટ?? ના હવે…હાડકાના ઓપરેશનમા ન નાંખે?? ઇ બદલવા જાય છે…….તો પહેલા નહી ખબર હોય….?? અ રે યાર બધુ બરાબર હોય…..આ તો વધેલો માલ જરા સરખો હોય તો ખાનગીમા થી જે રીક્વાયર મેન્ટ હોય ને ત્યાં પધરાવાય ને……કાં મોટી ભલામણ વાળા મા વાપરી……ભાઇ ને સારૂ થવુ હોય ને?? વગેરે વગેરે….
>>>>આ તો જો ઓપરેશન થીયેટર બહાર કેટલા બધા નહી?? તે અંદર કઇ એકજ ઓપરેશન ન હાલતુ હોય…..એમ?? હા એમ કોક ને સુવાડ્યા હોય કોક ને શીશી સુંઘાડવાની બાકી હોય….કોક નુ ઓપરેશન ચાલુ હોય….કોક ને શીશી પાછી વળે કે નહી તે ચેક કરવાનુ હોય……હા હા મને ખબર છે ઇ કેમેરા મા દેખાય નહી?? કેમેરા બે તન બંધ હતા….બે તન તુટી ગયા સ્ટાફ થી ભુલથી….!! બાકી ના ખબર નહિ ચાલુ હોય તો…..તમારે આ પંચાત મુકવી છે હવે?? ઉભા રો તો…..શું થયુ ભાઇ?? અંદર મારા સગાનુ ઓપરેશન છે ને લોહી જોશે એમ કીધુ હમણા સાયબે….ને પેલાય કેતા તા તો મારો ભાઇ બધા મોટા મોટા ને નયા જયા યો….પણ….ન મળ્યુ…..ત્યા પાછુ કીધુ….કે……..ઉભા રો હુ જોઇ આવુ……અરે શું યાર …..તમારા સગા નો તો વારો જનહિ આયો ને હજી……તો કેમ………??
@GGGH ના તીખારા….
……જો થઇ છે પ્લેટ ન સદી પેશન્ટ ને બહુ હેરાન થયો-ઓબર્ઝર્વેશનમા રાખી પગ હલાવા ન દીધો હોત તો સારૂ થય જાત પણ પાક થયો અંતે કાઢી પ્રાયવેટ મા ગયો ૧.૨૦ લાખ ના ખર્ચે સમુનમુ કરાવ્યુ
–ગાયનેક માં બાટલાના વાંકે એક અધીકારી ના પરીવારની પુત્રવધુ ચકકર ખાઇને પડી…ગાયનેકમા પારાવાર હાલાકીઓ….કોકે કીધુ બાટલો તો ચડાવો….ને પછી તો….જાણે દીવામાં દીવેલ પુર્યુ
…….આઘા રો…આઘા….રો….કાં પણ આ તો લોબી છે અહી આઘા રહીશુ તો હાલશુ ક્યાં…..અરે ભાઇ પેલા બેન ને અહી ડીલેવરી થઇ…..એટલે….અચ્છા એમ કો ને….લાવો…બાટલો થોડીવાર હુ પકડુ…..તમારો હાથ રહી જશે ભાઇ
_______લેબ ટેક ને રીપોર્ટ મા વાર લાગતા ઓર્થો રેસી.એ માર્યો ફરીયાદ કરે તો નોકરી જાય બિચારો આઉટ સોર્સથી છે તો ઝપાઝપી તો સાંજે થઇ તી….હા ત્યારે કોક ના મોબાઇલ મા કે કેમેરા મા ઝપાઝપી દેખાઇ ગઇ હતી ….ને મારવાનો બાકી હતો….એટલે અહી વોર્ડ મા લાવી નિરાંતે લમધાર્યો……પછી …?? પછી શું……અગમ બુધ્ધી વાણીયો………એવો કોક વાણીયા ડોક્ટર રાતે આવ્યા ને આવી ને સમુનમુ કરાવ્યુ લેબમા ઝપાઝપી મોબાઇલમા આવી પછી વોર્ડમા લાવ્યા ત્યા માર્યો ઇ રેકર્ડ ન થ્યુ આમેય લેબ રીપોર્ટ પેથોલોજીસ્ટ ન આવે ત્યા સુધી કેમ અપાય છતા ટેક ને બિચારા ને મારવાનો અર્થ શું
ઘણુ ધરબાય ગયુ છે ઇરવીનમા હજી કોણ જાણે કેટલુ ધરબાશે…??
>>>>હવે બસ….પેલુ સુંવાળા સંબંધ…..મજબુરીના લાભ…..હોસ્ટેલમા ટપાટપી….કોકના ક્વાર્ટરમા કોક….કેમ્પસમા ઇલુ ઇલુ….ચેમ્બરમા બોલાવી ને તપાસવાના બહાને……પેલી સ્ટુડન્ડન્ટ નુ રીઝલ્ટ અટકાવેલુ પછી…….પેલા મોટા મોટા ક્લાસરૂમ મા બેંચ પાછળ…….અરે પેલા જુનિયર નહિ….?? બોલોમા હમણા જ એઇડસ જાગૃતિની વાર્તાઓ થઇ હતી…નહી….ના ઇ તો ઠીક પણ પેલા પેરા મેડીકોઝ ને રોટેશનમા કેમ એમ કર્યુ?? પેલા ને કેમ હેરાન કર્યો….?? પેલી ….કેમ ઢીલી પડી ગઇ….??….આવી કોઇ રમુજ ન કરશો….જામનગરમા આ કેમ્પસમાં ક્યારેય જાતીય શોષણ નુ કોઇ દી સાંભળ્યુ જ નથી હો….માટે પ્લીઝ…..પ્લીજ….(ઉચ્ચાર પકડીએ તો એકવાર “ઝ” બીજીવાર “જ” સંભળાય) શંકા કુશંકા ન કરશો હો કે…હા…!!! અચ્છા સમજાય ગયુ કેમ્પસ બહાર બધુ ગોઠવાતુ હશે એમ?? તમે બહુ છો હો યાર……કુદરતે શરીર આપ્યુ છે……..શરીર મા વેગ આવેગ આપ્યા છ ને??……તમે કેટલુ રોકો??…..બ સ…..હવે હો….ઓહ નો……અહી સારૂ છે કે GGGH મા બધા જ સંયમી છે કોઇ એ કોઇ દી ઝાળ બીછાવી નથી બહાર બી જે જે થ તુ હોય અહી કોઇ અંગળી ચીંધી જાય તેવુ બનતુ નથી હો…..સમજાઇ ગયુ??
@ગુગલી…..
એક ડોક્ટર એક આસી. ડીપા.હેડ ઘણુ ખેંચ્યુ……….સંસ્થાઓનો સ્વામી…..ત્રીસ વરસ પહેલાથી …..દવાના સેમ્પલ….ડ્રોપ્સ….સર્જીકલ સેમ્પલ… ઇંજેક્શન ….સીરપ……કેન્સર અને સર્જરી રીલેડેડ પ્રોડક્ટસ…….જે ….મોંઘા હોય ઇ….જેવા MR જાય કે સામે આવા કોક ડોક્ટર સામેના કોક મેડીકલમા વેંચવા ઉભો હોય(તેના માટે ઉભા હોય પણ નલખાય હોં…..ન જ લખાય….નહિ….) રોજ રોકડી કરે……..અને હવે બિલ્લી બાઇ પાટે બેઠા હોય તેમ…….વોટસએપ સહિત …..સોશ્યલ મીડીયા ગૃપમાં હવે…..રૂડુ રૂડુ લખે છ ….હા ઇ ભાઇ…..જ્ઞાન….પ્રમાણીકતા………સાદગી…..સેવા…..ગરીબ…..જનસેવા……એવી વાતો લખે છ…..ફટ્ટ છે……ફટ્ટ……..હોસ્પીટલમા ગરીબો માટે હતુ…..ઇ ….એવુ…..ઘણુ વેંચનારાઓ…….તમે જરૂરીયાત મંદો ના……કોળીયો….છીનવી…….પછી ઇ બિચ્ચારાવ….માટે જરૂર હોય ત્યારે…….મજબુરી…………..નો લાભ લઇ…..બહારથી લાવવા નુલાંબુ લચક….મોંઘુ ….લખી દો છો……ચીટકામાં….?? હેં ….શરમાવ…..ડુબી ….મરો……પાછુ ઇ મજબુર લાવ્યો હોય ઇ….લખ્યુ હોય….ઇ….બધુ….એ જ પેશન્ટ માટે બધુ વાપરવાનુ હોય…..જરૂરી….ન હોય…..તે પણ લખ્યુ હોય…..ઇ….બધુ વધેલુ…”પોતાનુ” કરી લે…..કાં વેંચે….કાં પ્રાયવેટ પ્રેક્ટીસમાં વાપરે…….ફટ્ટ છે…….અને મારા સાયબ……આ ચેપ હાલ પણ કન્ટીન્યુ છે કોક કોક ઓછી ઇમ્યુનીટી વાળા કોક લાલચુ સ્ટાફ ની વ્યક્તિ ને….(સ્ટાફ ની વ્યાખ્યામાં….ટોપ ટુ બોટમ….બધા આવે….) ને….. લાગ્યો છ એની કોઇ રસી નથી…..હા કોક ડોક્ટર….કોક પેરા મેડીકોઝ….કોક…સ્ટાફ….જીણુમોટુ….ચોરી…જઇ….પોતાની ખાનગી પ્રેક્ટીસમા ઉપયોગમા લે તે સમજાય પણ વેંચે….?? હેં….ઉપરથી ઠાવકી ઠાવકી વાતો કરો છો…..??…….આ વિષય ઉપર જીજીએચના અમુક દુષણ અંગે આખી સીરીઝ થઇ શકે છે…….”એ લોકો જ્યારે માણસ….તરફડે ત્યારે….ટીપુ ટીપુ રેડે છે……” કરશનદાસ લુહાર ની કવિતાની આ પંક્તિ મુજબ ના કોક કોક આ ગૌરવપ્રદ gggh નુ દુષણ છે……તેવી ચર્ચા છે આવુ થાય જ છે તેવો દાવો ન કરાય….આ બધા તો next to god છે ને??? સુત્રો એ સંકેત આપ્યો છે કે કોઇ પડકારે તો એક એક ને પરદાફાશ સુધી લઇ જશુ…..પણ લોકોમા મોટુ નામ હોય તે સંસ્થાન વિશે કોઇ પર્દાફાશ ન કરાય…..આ બધુ ચર્ચા કેતો તો કેતી તી છે જેમા કઇ તથ્ય નથી હો.?? કોઇ મુંઝાતા નહી….હો….જલસા કરો….
@_______
BGBhogayata
b.sc.,ll.b.,dny (GAU)
gov.accre.Journalist
jamnagar
media experience-25 yrs
8758659878









