
જામનગરની સૌથી મોટી સરકારી ગર્લ્સ હાઇસ્કુલ ફરતે કચરા-ગંદકી
રણજીતરોડ જેવા જાહેર રોડ ઉપરનો આ સ્વચ્છતાના લીરા ઉડાડતો ખેલ કોઇને દેખાતો નથી શું
જામનગર (નયના દવે)
જામનગર ને સ્વચ્છ અને રળીયામણુ બનાવીશુ માર્કસ મેરીટ લાવીશુ અરે બિમારી દૂર કરીશુ સ્વસ્થ ભારત ના સિત્રો ગાશુ પણ એ સ્વસ્થતાના રક્ષક જી.જી. હોસ્પીટલ અંદર તેમજ ખુણા સામે ચારેબાજુ જુઓ ડેન્ટલ કોલેજ સામે પાસે જુઓ ફીજીયો થેરાપી ની હોસ્ટેલ વગેરેની આજુ બાજુ જુઓ …….
સૌથી મોટા ક્ષેત્ર આરોગ્ય અને શિક્ષણ બંને ની બાબતે સ્વચ્છતાની બેદરકારી શુ કામ??
મુખ્ય વાત છે અહી સરકારી હાઇસ્કુલ સજુબા ગર્લ્સ હાઇસ્કુલની જે રણજીત રોડ ઉપર છે વિશાળ જગ્યા મા રહેલુ આ શિક્ષણ મંદિર નગરની શોભા છે લગભગ સદીને આંબવા જઇ રહેલુ આ ઐતિહાસીક બાંફકામ રાજવીઓની દુરંદેશીનુ નઝરાણુ છે કે દીકરીઓ માટે જ શાળા તે પણ નગરની મધ્યમાં…આ હાઇસ્કુલ નુ ગ્રાઉન્ડ વર્ગ ખંડો વગેરે સ્વચ્છતાની ભાત પાડે છે ત્યારે શાળાની ચોતરફ દરેક પ્રકારના કચરા ફેલાયા હોય છે જે કોર્પોરેશન કેમ સાફ કરતુ નથી અને કોઇની હા કોઇ જવાબદારોની નજર કેમ જતી નથી તેમાય એક તસ્વીર તો તે સમયની કોતરણી અને સામે હાલની ગંદકી…!! વન ડે વન વોર્ડ મા આ ન આવ્યુ સ્વસ્થ જામનગરમા આ ન આવ્યુ સ્વચ્છ જામનગરમા આ ન આવ્યુ વોર્ડવાર ચકાસણી મા આ ન આવ્યુ…તો હવે શેમા આવશે આ કચરો ગંદકી??
દીલ્હી થી ફરમાન છે કે ઐતિહાસીક ધરોધર જાળવો સ્વચ્છતા તો ખાસ જાળવો શોભા વધારો….વગેરે….હવે આમા શોભા શુ વધારે શોભા બગાડાય છે…!! હવે ઐતિહાસીકસજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની બહાર જાહેર મુખ્ય રજવાડી રોડ પરની દીવાલ પાસેની હાલત આવી છે તો બીજા વિસ્તારોનુ પુછવુ જ શું??
______________
વેસ્ટ મેનેજમેન્ટમાં બોદી કોર્પોરેશન ને એવોર્ડ શેના મળે છે ?મુખ્ય રોડ તો ગંદા છે
સોલિડવેસ્ટ-રેસ્ટોરન્ટ& હોટલ વેસ્ટ-ઇન્ડસ્ટ્રીઝ વેસ્ટ–ઇ વેસ્ટ-કેટલ વેસ્ટ-કન્સ્ટ્રક્શન વેસ્ટ ના પાલનમા નિષ્ફળ મનપાના ગ્રીન રોડ- સાધનાકોલોની-હીરજી મીસ્ત્રી રોડ–ખોડીયાર કોલોની-એસ.ટી.સ્ટેન્ડ ને લગત તળાવ–પંચેશ્ર્વર ટાવર-લીમડાલાઇન-તનબતી-હોસ્પીટલ રોડ-દરબારગઢ -રણજીતરોડ -દિગ્વીજય પ્લોટના અનેક મુખ્ય રોડ-હાથી કોલોની-પાણાખાણ-ગુલાબનગર-હરિયા કોલેજ રોડ સહિત મુખ્ય રોડ ઉપર ત્રાસદાયક ગંદા પાણી કચરા ગંદકી કોથળા ગાભા પસ્તી કચરા-બળેલા કચરા-ટાયર રોડ ઉપર હોઇ જન આરોગ્ય-વાહન ચાલકો-રાહદારીઓ-દરદીઓ માટે ધીમા ઝેર જેવુ જોખમ છે

વળી સજુબા વિસ્તારમા નાસ્તા ફ્રુટ શાકભાજી ઠંડા ગરમ પીણા રાત્રે દરેક પ્રકારના નાસ્તાની રેક્ડીઓ “દરેક”મા નાગરીકો સમજે છે તર દરેકના કચરા ગંદકી હોય છે તેમજ જ્યા ત્યા સ્વૈચ્છીક મુતરડીઓ પણ લોકો માને છે તેમજ વૃક્ષો ના પાન સડેલા ટાયર વગેરે ના કટકા બટકા કાચ તાર પાણી ગંદા પાણી ગારો પ્લાસ્ટીક ની કોથળીઓ ઢોર વગેરે વગેરે વગેરે જે પ્રદુષણ કરે છે શાળાની વિદ્યાર્થીનીઓ ત્યાથી પસાર બાળકોને પણ નુકસાન છે કેમકે ત્યા કચરો અને દુર્ગંધ અસહ્ય છે.









