

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
જુનેદ પટેલ
ચતુર માં શરૂ થતા જ હિન્દુઓના અલગ અલગ તહેવારો શરૂ થઈ જતા હોય છે અને ખાસ કરીને અધિક માસ નો મહિમા અનેરો છે પ્રભુ ભક્તિનો દાન ધર્મનો અનેરો મહિમા છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રાનુ આયોજન કરવામાં આવતું હોય છે
ફતેપુરા નગર થી લગ ભગ ત્રણ થી ચાર કિલોમીટરના અંતરે વડવાસ મુકામે નીલકંઠેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવ મંદિર આવેલું છે આ મંદિર અતિ પ્રાચીન મંદિરોમાનુ એક મંદિર છે આ ફતેપુરાના કાવડ યાત્રીઓ દ્વારા કાવડ લઈને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર મુકામે ભજન કીર્તન કરીને વહેલી સવારે બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે કાવડ લઈને ફતેપુરા મુકામે આવેલ કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન કામેશ્વર ના શિવલિંગ ઉપર જલા અભિષેક કરવામાં આવે છે વહેલી સવારે કાવડ લઈને આવેલા કાવડયાત્રીકો પર નગરજનો દ્વારા પુષ્પ વર્ષા કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાવડીયો દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં બેન્ટ ના તાલે બમ બમ ભોલે નાથ જલ બરસાઓ દિના નાથ અને હર હર મહાદેવ બંમ બંમ ભોલે ના નાદ સાથે ફરીને ભગવાન કામેશ્વર મહાદેવને જલ અભિષેક કરીને આરતી કરીને છૂટા પડ્યા હતા









