
વિજાપુર પિલવાઈ કોલેજ ખાતે નેશનલ સેમિનાર યોજાયો
આર્થિક ઉદારીકરણના વર્ષોમાં ભરતમાં સ્ત્રીઓની સ્થતિ બદલાઈ છે પણ દરજ્જો બદલાયો નથી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
નેતાઓ બદલવાથી નહી પણ નીતિઓ બદલવાથી ચોક્કસ બદલાવ આવે છે . ભારતમાં ૧૯૯૧ થી આર્થિક ઉદારીકરણનો જે યુગ બદલાયો છે તેને આપણા જીવનમાં મોટા પરિવર્તનો આણ્યા છે જેના અનુસંધાન માં વિજાપુર તાલુકાના પીલવાઇ ગામે ડૉ જે ડી તલાટી વિદ્યા સંકુલ ખાતે આવેલી શ્રી યુ પી આર્ટસ શ્રીમતી એમ જી પંચાલ સાયન્સ અને શ્રી વી એલ શાહ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર,ઈતિહાસ અને મનોવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે ભારતમાં આર્થિક ઉદારીકરણની અસરો અને અનુભવ વિષય ઉપર નેશનલ સેમિનારનું ગત શનિવારે આયોજન થયું હતું જેમાં ગુજરાત યુનીવર્સીટી ના પત્રકારત્વ વિભગના અધ્યક્ષ ડૉ સોનલ પંડ્યાએ ભારતમાં મહિલાઓની બદલાયેલી ભૂમિકા ઉપર માર્મિક વાત કરતા કહ્યું કે ભારતમાં મહિલાઓની સ્થતિ બદલાઈ છે પણ દરજ્જો બદલાયો નથી. સ્ત્રીઓ માટે કાયદા છે પણ તેને જ તેની જાન નથી . બાઈક ચલાવતી યુવતી જેટલું જ મહત્વ ગાડું ચલાવતી યુવતીનું છે તે વાત છોકરીઓએ જ સમજવાની જરૂર છે . સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદના અધાપીકા ડૉ પીન્કી દેસાઈએ આર્થિક પરિવર્તનો ની આંકડા સાથે વાત કરી હતી તેમણે કહ્યું કે આપણે ગ્રોથ ણે મહત્વ આપવામાં ગોલ ચુકી ગયા છીએ કોલેજના પ્રિન્સીપાલ ડૉ સંજય શાહ ની આગેવાનીમાં યોજાયેલા આ રાષ્ટ્રીય સેમિનારમાં તાલુકાના અગ્રણી વેપારી અને કોલેજ મંડળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી .પ્રો કાર્તિકેય ભટ્ટ દ્વરા આ સેમિનારની ઉપયોગીતા સમજાવાઈ હતી આ સેમિનારમાં સો થી વધુ સંખ્યામાં અધ્યાપકોએ ભાગ લીધો હતો અને ૭૫ થી વધુ રીસર્ચ પેપર રજુ થયા હતા





