એકતા નગર કેવડીયા કોલોની
અનીશ ખાન બલોચ.
રાજપીપલા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા મુખ્ય માર્ગ પર ગમખ્વાર અકસ્માત.
ડાઈવરજનની આળસો સાથે અથડાયું બુલેટ.
બુલેટ પર સવાર બે લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ
GJ 22 R 3332 નંબરનું રોયલ એનફિલ્ડ બુલેટ રાત્રિ ના લગભગ 10:30 વાગે રાજપીપલા તરફથી આવતા મેઇન રોડ પર અકતેશ્વર બ્રીજના છેડે ડાઈવરજન આપેલ બૉર્ડ ના પથ્થરો સાથે ધડાકા ભેર અથડાતા બે લોકોના ઘટના સ્થળ પર મોત નીપજીયા. મરણ જનાર જયરાજભાઈ ગોપાલભાઈ બારીયા જેઓ સુરવા ગામના અને મહેન્દ્રભાઈ જેન્તીભાઈ બારીયા જે તિલકવાળા તાલુકાના ગેંગડીયા ગામના હતા.

ગરુડેશ્વર પાસે નર્મદા નદી પર અકતેશ્વર ખાતે આવેલ જૂનો બ્રિજ સમારકામના લીધે બંધ છે અને રાજપીપલા થી સ્ટેચ્યુ જવા માટે નવા બ્રિજ થી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે.

જૂનો બ્રિજ પ્રશાસને બંધ મોટા પથ્થરો મૂકી બંધ કર્યો છે પુલ ના છેડે રસ્તો ક્લોઝ નું બોર્ડ મારેલું છે અને મોટા પથ્થરો મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પથ્થરોની જગ્યા પર રેતી કે માટીનો ઢગલો કરવામાં આવે અને જે બોર્ડ છે તે 500 થી 700 મીટર આગળ લગાડવામાં આવે તો અકસ્માત નો ભય ઓછો રહે અને એક્સિડન્ટથી બચી શકાય









