
તા.૦૧.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ફરજ પરથી નિવૃત થતા પોલીસ સ્ટાફના મિત્રોએ વાજતે ગાજતે પોલીસ સ્ટેશન ખાતે વિદાઈ આપી
દાહોદના રેલ્વે સ્ટેશન રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશનના ASI પ્રભાતસિંહ ચૌહાણ આજરોજ દાહોદના રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશનથી ફરજ પરથી નિવૃત થતા રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફના સાથી મિત્રો દ્વારા વિદાઈ સભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જે કાર્યક્રમમા ASI પ્રભાતસિંહ ચૌહાણના ગામ જનો પરિવાર જનો અને રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને 35 વર્ષની પોલીસ કોન્સ્ટેબલની સેવા વડોદરા.ગોધરા.આણંદ દાહોદ રેલ્વે પોલીસમા નિષ્પક્ષપણે ઇમાનદારી પૂર્વક નોકરી પૂર્ણ કરતા જે કામગીરીને તમામં ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ બિરદાય હતી અને જે દાહોદ રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશનના ASI તરીકે નિવૃત થયા હતા સ્ટાફના અધિકારીઓને ASI પ્રભાતસિંહ ચૌહાણને શુભકામનાઓ પાઠવીને રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસની વાન ફુલોથી સજાવી ASI પ્રભાતસિંહ ચૌહાણને વાજતે ગાજતે અધિકારીઓએ રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશન ખાતેથી વિદાઈ આપી હતી ASI પ્રભાતસિંહ ચૌહાણની વીદાઈ કાર્યક્રમમા રેલ્વે રાજકીય પોલીસ સ્ટેશનના અધિકારી.કર્મચારી પરિવાર જનો અને ગામ જનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા









