તા.૧૪.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદનાં બી કેબીન વિસ્તાર નજીક બેકાબુ બનેલી ફોર વ્હિલ ગાડીએ ત્રણ લોકોને જીવ બચાવ્યા ફોર વ્હિલ ગાડી વીજ થામલા સાથે અથડાઈ

દાહોદ શહેરના બી કેબીન વિસ્તાર નજીક રોન્ગ સાઈટ પરથી આવતી મોપેડને બચાવવા જતા કાર ચાલકે કાર વીજ થામલામાં કાર ઠોકી દેતા અકસ્માત સર્જાયો મળતી માહિતી અનુસાર કાર ચાલક પોતાની ફોર વ્હિલ કાર ચાકલીયા રોડ તરથી ફોર વ્હિલ ગાડી લઈ આવી રહ્યા હતા તે દરમિયાન મોપેડ પર સવાર બે મહિલા અને એક બાળક જે રેલ્વે સ્ટેશન રોડ તરફથી આવી રહ્યા હતા ત્યારે બી કેબીન વિસ્તાર પર આવતા કાર ચાલાકે મોપેડ રોન્ગ સાઈટ પર આવતા જોતા મોપેડને અકસ્માતથી બચાવવા ફોર વહીલ ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ફોર વહીલ ગાડી રસ્તા નજીક વીજ થામલાને ટક્કર મારી દેતા ફોર વ્હિલ ચાલક બેભાન થયો હતો સાથે સાથે મોપેડ પર સવાર બે મહિલાઓને આઘાત લાગતા તેઓ પણ બેભાન થયા હતા અકસ્માત સર્જાતા આસપાસનાં લોકો દોડી આવી 108 ને જાણ કરી કાર ચાલકને કાર માંથી બહાર નીકળી સારવાર અર્થે તમામને સારવાર માટે દાહોદનાં ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માતની જાણ રાજકીય રેલ્વે પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચિ વધુ પૂછતાજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે









