
આસીફ શેખ લુણાવાડા

સ્કૂલમાંથી આવતી ચાર કિશોરીઓને ગામના જ બે યુવાનોએ છેડતી કરતા 181ટીમની મદદ માગી.
મહીસાગર જિલ્લામાં એક ગામમાં સ્કૂલ માંથી ઘરે જતી ચાર કિશોરીઓને ગામના બે યુવાનોએ ઇશારા ચેનચાળા અને ખરાબ ગાળો બોલી તેમને પકડવાની કોશિશ કરી હતી અભદ્ર વર્તન કરતા કિશોરીઓ દોડી ને ઘરે ભાગી આવી હતી અને મહીસાગર 181 ટીમ ની મદદ માગી હતી મહીસાગર 181 ટીમને કૉલ મળતા ડયુટી પર હાજર 181 ટીમ સ્થળ પર પહોંચી ચાર કિશોરીઓનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે સ્કૂલમાંથી ઘરે આવતા ગામના બે યુવાનો નશા ની હાલતમાં હતા અને છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો ખરાબ શબ્દો બોલતા હતા અને પાછળ પડ્યા હતા તો કિશોરીઓ ભાગીને ઘરે આવતી રહી હતી ઘરના સભ્યોને વાત કરતા ગામના માણસોને ભેગા કર્યા હતા તો બે યુવાનોમાં એક યુવાન ભાગી ગયો હોવાથી એક યુવાન હાજર હતો તેમની સાથે વાતચીત કરી કિશોરીઓને કાયદાકીય માહિતી આપી તથા નજીકના પોલીસ સ્ટેશન ફરિયાદ અપાવી આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.









