DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા કુડા નિમકનગર ગંજા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો.

વિદેશી દારૂ અને બીયરની બોટલો અને એક ફોન સહીત કુલ રૂપિયા 30.500 નો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો.

તા.15/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂ અને બીયરની બોટલો અને એક ફોન સહીત કુલ રૂપિયા 30.500 નો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો.

ધાંગધ્રાના કુડા નિમકનગર ગંજા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે કુડા નિમકનગર ગંજા પાસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ કિં.રૂ. 25.500 તથા મોબાઈલ ફોન 1 નંગ કિં.રૂ. 5000 સહિત કુલ રૂ. 30.500 ના મુદ્દામાલ ઝડપી પાડી 2 શખ્સ સામે ગુનો નોંધાયો હતો ધ્રાંગધ્રા પોલીસ દ્વારા ખાસ પ્રોહીબીશન ડ્રાંઇવનું આયોજન હાથ ધરાયું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પો.કો. વિક્રમભાઈ રબારીને ખાનગી રાહે બાતમી મળેલ કે કુડા નીમકનગર ગંજા વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચતો હોવાની માહિતી ના આધારે તાલુકા પોલીસના પીઆઇ એન એસ ચુડાસમા, હેડ કોસ્ટેબલ, સાગરભાઇ, વિક્રમભાઈ રબારી, સહિત સ્ટાફ દ્વારા કુડા નિમકનગર ગંજા વિસ્તારમાં રહેણાંક મકાન અનવર બે ઉસ્માન ભાઈ મકાનમાં ચેક કરાતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને એક ફોન સહીત કુલ રૂપિયા 30.500 નો મુદ્દામાલ એક આરોપી અનવરભાઈ ઉસ્માનભાઈને ઝડપી પાડયો હતો અને વિદેશી દારૂ મોકલનાર શેરમહમદ ઉફે નાનુભાઈ સુલેમાનભાઈ ડફેર રહે અમરાપર વાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button