GUJARATNAVSARI

નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયુ

રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૦૮/૦૪/૨૦૨૪ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ કામગીરી અન્વયે નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રી હાજરીમાં કરવામાં આવ્યું હતું. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં ઈલેકટ્રોનિક વોટીંગ મશીન ( ઇવીએમ)ની કામગીરીને લઇ પ્રશ્નો ઉઠતા હોય છે. આ પ્રશ્નોના નિવારણના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઈવીએમની કામગીરી થકી મતદાનની પ્રક્રિયાની પારદર્શિતા વધારવા માટે અમુક ખાસ ટેકનીકો અપનાવી છે. જેમાં સૌ પ્રથમ મશીનોનું રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. એટલે કે એક પ્રકારે ડ્રો કરવામાં આવે જેમાં સૌથી પહેલા જિલ્લાના મુખ્ય વેરહાઉસ કે સ્ટ્રોંગ રૂમમાંથી ઇવીએમ મશીનોની ફાળવણી વિધાનસભા મત વિસ્તાર માટે કરવામાં આવે છે. આ થયું પ્રથમ રેન્ડમાઇઝેશન ત્યાર બાદ ઇલેકશન પહેલા ફરી ડ્રોના આધારે વિવિધ વિધાનસભા વિસ્તારના આધારે પસંદગી પામેલા ઇવીએમ મશીનોની ફાળવણી જે-તે મતદાન મથક માટે કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા વિવિધ ઉચ્ચ અધિકારીઓ તથા રાજકિય પક્ષોના પ્રતિનિધિની ઉપસ્થિતીમાં કોમ્પ્યુટર ડ્રો દ્વારા કરવામાં આવે છે. અત્રે નોંધનિય છે કે, નવસારી જિલ્લાની ૦૪ વિધાનસભાઓમાં કુલ-૨૪૩૫ બેલેટ યુનિટમાંથી ૧૩૯૪ બેલેટ યુનિટ, ૧૪૭૧ કંટ્રોલ યુનિટમાંથી ૧૩૯૪ કંટ્રોલ યુનિટ અને ૧૭૧૬ વીવીપેટ માંથી ૧૫૦૫ વીવીપેટનું કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.

કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ વેર હાઉસ ખાતે રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા બાદ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી અનવ્યે કરવામાં આવેલ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતન જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેન સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button