
આખરે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સામે સમર્પણ , સમર્થકોથી ડેડીયાપાડા ઉભરાયું
૦૨ નવેમ્બરે ચૈતર વસાવા સહિત તેમના પત્ની શકુંતલાબેન , પીએ અને એક ખેડૂત સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ
જુનેદ ખત્રી : રાજપીપળા
ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા બેન, પીએ અને એક ખેડૂત વિરુદ્ધ વન કર્મીને માર મારવા, ગેરકાયદેસર મંડળી બનાવી બળજબરી પૂર્વક પૈસા પડાવવા સંદર્ભે વન વિભાગના કર્મચારી એ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા સામે આર્મ્સ એક્ટ મુજબ પણ ફરિયાદ નોંધાઇ હતી ત્યારે પોલીસે ધારાસભ્યના પત્ની શકુંતલા બેન, અંગત મદદનીશ, તેમજ ખેડૂતની ધરપકડ કરી હતી ધારાસભ્ય ચૈતર વસાવા ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારબાદ ધારાસભ્ય સહિત અન્ય આરોપીઓના જામીન અંગે તાલુકા કોર્ટ થી હાઇકોર્ટ સુધી અરજીઓ કરવામાં આવી હતી હાઇકોર્ટે પણ તમામ આરોપીઓ સામેની જામીન અરજી ના મંજૂર કરી હતી
એક મહિનાથી વધુ સમય ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં રહ્યા બાદ આજે ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ તેઓએ ડેડીયાપાડા પોલીસ મથકમાં આત્મ સમર્પણ કર્યું હતું ચૈતર વસાવાના હજર થવાના સમાચાર મળતાં આજે સવારથીજ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ડેડીયાપાડા ખાતે આવી પોહોચ્યા હતા ડેડીયાપાડા ખાતે મોટી માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો ધારાસભ્યના સમર્થકો અને પોલીસ વચ્ચે ચકમક ના દ્રશ્યો પણ સર્જાયા હતા આખરે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યાલય પોહચી લોકોને સંબોધન કરી ને ડેડીયાપાડા પોલીસ મથકમાં આત્મસમર્પણ કર્યું હતું ત્યાંથી ચૈતર વસાવાએ રાજપીપલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી વધુ તપાસ હાથ ધરાઇ હતી
બોક્ષ
વન કર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ સાત આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે હાલ ઇન્ટ્રોગેશન પોલીસ તપાસ પ્રક્રિયા થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે : જી. એ. સરવૈયા (Dysp નર્મદા)
બોક્ષ
*** ભાજપથી મોટું કોઈ કાયર નથી ૧૫૬ ની ફોજ લઈને બેઠા છે છતાં નાના છોકરાની પાછળ પડ્યા છે : ગોપાલ ઇટાલિયા
સમગ્ર મામલે આપ નેતા ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે ચૈતર વસાવા લોકોના પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાય છે ચૈતર વસાવા આટલા દિવસ ક્યાં હતા તે મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે તેઓ બોગજ ગામે પોતાના ઘરે હતા. આગોતરા જામીનની રાહ જોતા હતા જામીન નહીં મળતા પોલીસ સમક્ષતે ઓ હાજર થયા