DAHODFATEPURAGUJARAT

ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા હર-ઘર તિરંગા અંતર્ગત ફતેપુરા મામલતદારના અધ્યક્ષ સ્થાને ફતેપુરા નગરમાં તિરંગા યાત્રા યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
જુનેદ પટેલ

આજે તારીખ 14 ઓગસ્ટ 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ફતેપુરા મામલતદારના અધ્યક્ષસ્થાને ફતેપુરા નગરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.આ તિરંગા યાત્રા ફતેપુરા મામલતદાર કચેરીએથી શરૂ કરવામાં આવી હતી અને ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ ફતેપુરા પોલીસ મથકે જઈને આ તિરંગા યાત્રાનો સમાપન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રા ફતેપુરા મામલતદાર આર. પી. ડીંડોર ના અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં ફતેપુરા પોલીસ મથકના પી. એસ. આઇ. જી. કે. ભરવાડ તેમજ ફતેપુરા પોલીસ મથકનો તમામ પોલીસ સ્ટાફ તેમજ ફતેપુરા તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button