DAHODFATEPURAGUJARAT

ફતેપુરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ સાથે બે ઈસમો ને ઝડપી પાડ્યા

વાત્સલ્યમ્ સમાચાર

ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.બી. તડવી પોતાના સ્ટાફ અ.હે.કો.અર્જુનભાઈ સકરાભાઈ, મહેશભાઈ પ્રતાપભાઈ, કિરણભાઈ હાલાભાઈ, જીતેન્દ્રભાઈ ચુનિયાભાઈ , પિન્ટુભાઈ સુભાષભાઈ, રણજીતભાઈ જીવનભાઈ, ને સાથે રાખી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક કાળા કલરની ફોર-વ્હીલર ડટ્સન ગાડી જેનો રજિસ્ટ્રેશન નમ્બર GJ-09-BD-7312 ફતેપુરા પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર ઘૂઘસ ગામ તરફ કેટલોક ઇંગ્લિશ દારૂ નો જથ્થો લઈ આવી રહ્યા છે. આ મુજબ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામે વોચ તપાસ ગોઠવી ઘૂઘસ તરફ આવી રહેલ ડટ્સન ગાડીને ઉભી રાખી તેમાં તપાસ કરતા ગણનાપાત્ર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ના જથ્થા બોટલ નંગ 304 જેની કુલ કિંમત 25,840/- તથા ડટ્સન ગાડી જેની કિંમત 3,50,000/-  સાથે કુલ કિંમત 3,75,840 ના મુદ્દામાલ સાથે બે ઈસમો ભરત મોતિ મછાર રહે. નીંદકા પૂર્વ, અને રમેશ જોતી નિસરતા રહે. ઢઢેલા ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button