અરવલ્લીમાં ખેડૂતો ને માવઠા નો માર : ઘઉં, બટાકા, સહીત પાકને નુકશાનની ભીતિ, કરા સાથે વરસાડ પડ્યો

અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ખેડૂતો ને માવઠા નો માર : ઘઉં, બટાકા, સહીત પાકને નુકશાનની ભીતિ, કરા સાથે વરસાડ પડ્યો

હવામાન વિભાગની આગાહી ની પગલે અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી હતી જેની અંદર બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા મેઘરજ ભિલોડા સહિત અનેક વિસ્તારની અંદર પવન સાથે વરસાદી માવઠું પડ્યું હતું. કેટલાક વિસ્તારની અંદર બરફ રૂપી કરા પણ પડ્યા હતા. તો બીજી તરફ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર વરસેલા વરસાદના કારણે ખેતરોની અંદર રહેલો ઘઉં બટાકા સહિતના પાકને ભારે નુકસાનની ભિતી સેવાઈ રહી છે ક્યારે કહી શકાય કે કુદરતી આફતના કારણે હાલ તો ખેડૂતો પર આભ ફાટે તેવી દશા જોવા મરી રહી છે અને ખેડૂતો ચિંતાઓમાં મુકાયા છે અરવલ્લી જિલ્લામાં મેઘરજમાં પવન સાથે વરસાદ તેમજ કસાણા,પહાડીયા,રમાળ,બોરસીમાં વરસાદ માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ મોડાસા પંથકમાં ભારે વાવાઝોડા સાથે માવઠું થયું હતું જેમાં મેઢાસણ,દધાલિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો મોડાસાના અફસાબાદમાં તૈયાર થયેલ બટાકાનો પાક પલડયો જેના કારણે ખેડૂતો ચિંતા માં મુકાયા હતા









