
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા ના પ્રામાણિક અને નિષ્ટાવાન SP સંજય ખરાત : પોલીસ બેન્ડ તેમજ ઘોડેસવારી પરેડ સાથે વિદાય સમારંભ યોજાયો

અરવલ્લી જિલ્લામાં છેલ્લા અઢી વર્ષ થી પોલીસ વડા તરીકે સંજય ખરાત એક કર્તવ્ય નિષ્ઠ અને કર્તવ્યવાન અને પ્રામાણિકતા સાથે ફરજ બજાવતા હતા અને હાલ ગાંધીનગર ખાતે CID ક્રાઇમ બ્રાન્ચ ખાતે બદલી થતા અરવલ્લી જિલ્લા પોલીસ વડાનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં વિદાય સમારંભ પોલીસ બેન્ડ તેમજ ઘોડેસવારી સાથે પોલીસ અધિક્ષક કચેરી ખાતે પુષ્પ વર્ષા સાથે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા DYSP, PSI સહીત અનેક પોલિસ કર્મીઓ,તેમજ સામાજીક આગેવાનોઅને મહાનુભાવો તેમજ પત્રકારો સાથે હરવી પળો સાથે પોતાની યાદગાર પળોને યાદ કરી વિદાય આપી હતી ત્યારે સંજય ખરાતની અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે ની ખોટ અવશ્ય વર્તાશે તે સાથે અરવલ્લી જિલ્લામાંથી પોલીસ કર્મીઓ દ્વારા વિદાય આપી આગળ પ્રગતિ કરે તે સાથે શુભેચ્છા પાઠવી હતી









