GUJARATNAVSARI

નવસારીમાં ગરબા રમ્યા બાદ છાતીમાં દુખાવો ઉપડતાં યુવાનું મોંત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીગુજરાત સહિત ભારતભરમાં  નાની વયનાં લોકોમાં હાર્ટ એટેકના બનાવો માં વધારો નોંધાયો છે. જ્યારે નવસારીમાં પણ નવરાત્રીમાં ગરબા રમ્યા બાદ છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ અટેકના હુમલોથી મોંત  નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ જોવા મળી રહ્યો છે.

નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા  31 વર્ષિય મૃણાલ શુક્લ ગરબા રમી ઘરે ગયો હતો ત્યાં અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પરિવારજનો એ 108 ને ફોન કરી બોલાવ્યા હતાં 108 ના કર્મીઓ પ્રાથમિક તપાસ કરતા તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પીએમ માટે નજીક હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યારે હૃદય રોગના હુમલાથી આ યુવાનનું મોંત નિપજ્યું છે. તેમ પ્રાથમિક તારણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.જ્યારે પોસ્ટમોર્ટન ના રિપોર્ટ બાદ સાચું કારણ જાણવા મળશે.

[wptube id="1252022"]
Back to top button