BANASKANTHAVAV

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે ભવનાથ મહાદેવ નો ચોથો પાટોત્સવ ઉજવાયો

વાત્સલ્યમ્ સમાચાર

રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

વાવ બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે ભવનાથ મહાદેવ નો ચોથો પાટોત્સવ ઉજવાયો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે દર વર્ષની જેમ બુકણા નગરની પાવન ધરા પર ભગવાન શ્રી ભવનાથ મહાદેવ નો વાર્ષિક પાટોત્સવ ( મહાયજ્ઞ). ચોથો  પાટોત્સવ ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વૈશાખ સુદ ૧૨ ( બારસ)ને મંગળવાર તારીખ 2 5 2023 ના રોજ રાખેલ હતું. આ ભગીરથ કાર્યમાં ધર્મલાભ દર્શન લાભ તેમજ પ્રસાદનો લાભ તમામ બુકણા ગામની ધર્મપ્રેમી જનતાએ હાજરી આપી અને લાભ લીધો હતો. સનાતન સંસ્કૃતિના આદિકાળ થી ધર્મ પવર્તનના આરંભથી જ ભારત દેશમાં યજ્ઞનું સર્જન કર્યું છે. યજ્ઞ એ માનવની આજીવિકા વિશ્વ કલ્યાણ અને સમગ્ર સૃષ્ટિના ઉદ્ધારનું સાધન છે. ગીતામાં પણ કહ્યું છે કે યજ્ઞ વડે તમે દેવ દેવતાઓને પ્રસન્ન કરો, સંતુષ્ટ કરો, દેવી દેવતાઓને તમને ઉન્નત કરશે, પરસ્પર એકબીજાને પ્રસંન કરતાં તમે શ્રેષ્ઠ કલ્યાણ ને પ્રાપ્ત કરો. આ ચોથા વાર્ષિક પાટોત્સવના યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી રઘુરામભાઈ ઓઝા અને ભરતભાઈ ઓઝા હતા.. બહોળી સંખ્યામાં ગ્રામજનો એ આ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો , અને મહા પ્રસાદ ભવનાથ મંદિરે ગામ લોકોને જમણવાર  રાખવામાં આવ્યો હતો અને ગામને ચોરે ગાયોને ઘાસ પણ નિરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button