GUJARATNAVSARI

વાંસદા તાલુકાના સુખાબારી ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશબંધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે તાત્કાલિક અસરથી આગામી તા.૨૦/૧૨/૨૦૨૩ સુધીના દિવસ દરમિયાન રોજ સવારના ૬-૦૦ વાગ્યાથી નવસારી જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓનો ફાયરીંગ પ્રેકટીસ યોજાશે. જેને અનુલક્ષીને  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ એક જાહેરનામાં દ્વારા  ફાયરીંગ પ્રેકટીસ દરમિયાન આજુબાજુના રહીશો તેમજ બહારના કોઇ અનઅધિકૃત વ્યકિતઓને ફરવા કે ઢોરઢાંખરને ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.                          

[wptube id="1252022"]
Back to top button