વેજલપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી જન્મદિવસની ઉજવણી કરતા ભીખાભાઈ લોરીયા

વેજલપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી જન્મદિવસની ઉજવણી કરતા ભીખાભાઈ લોરીયા
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
ચિત્રા હનુમાનજી ધૂન મંડળ ના અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પાયાના સભ્ય અને લા વરિષ્ઠ એવા દાતા શ્રી ભીખાભાઈ લોરિયા સાહેબના જન્મ દિવસ નિમિતે તેમના વતન એવા વેજલપર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં આશરે ૨૫૦ / વિદ્યાર્થીઓ ને શ્રી ભીખાભાઈ લોરિયા ના વરદ હસ્તે શૈક્ષણિક કીટ આપીને તેમણે તેમનો જન્મ દિવસ સાર્થક કર્યો અને બાળકોમાં અભ્યાસ્કિય ભાવના જાગૃત કરી જેથી બાળકો આનંદવિભોર થયા તદ ઉપરાંત ચિત્રા હનુમાનજી ધૂન મંડળ તરફથી ગામમાં રહેતા વિધવા તથા ગરીબ પરિવારની બહેનો ને અનાજનીકીટ આપવામાં
આવી બીજી કીટો મોરબીના શકત શનાળા ગામના બ્રાહ્મણ વિધવા બેનને આપવામાં આવી, આ બંને સેવાકીય પ્રવૃત્તિઓ માં ભીખાભાઈ ના દીકરા અલ્પેશભાઈ તથા ચિત્રા હનુમાનજી ધૂન મંડળ ના સભ્યો શ્રી ઓધાભાઈ તથા ચંદુભાઈ કડીવાર અને ગૌતમ ભાઈ ગોસ્વામી તેમજ મિત્ર કાંતિભાઈ વેગડ હાજર રહ્યા હતા..
બાળકો તથા ગરીબ વિધવા બહેનોના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી અને આ રીતે ભીખા ભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેમ ધૂન મંડળ ના પ્રમુખ શ્રી ટી સી ફૂલતરિયા સાહેબની યાદીમાં જણાવાયું છે