
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતેથી ફરતું પશુ દવાખાનાને પ્રસ્થાન કરાવ્યું

લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતેથી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે ફરતું પશુ દવાખાનાનું પ્રસ્થાન કરાવ્યું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે પશુપાલકોના ઘર આંગણે નિ:શુલ્ક પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.ગુજરાત સરકારની આ સફળ યોજનાના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નવી મોબાઈલ વેટરનરી યુનિટની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
[wptube id="1252022"]









